Gujarat

બોટાદનાં ડોન પછી હવે અમદાવાદનાં. કુખ્યાત ડોનની સંપત્તિ પર તંત્ર ફેરવ્યું બુલડોઝર…

ગુજરાતનાં અનેક મહાનગરોમાં ગેરકાયદેસર રહેલ બાંધકામને મહાનગરપાલીકા દ્વારા હટાવવામાં આવતું હોય છે, ત્યારે હાલમાં જ થોડા દિવસ પહેલા જ ગુજરાતનાં બોટાદગામના ડોનની સંપત્તિ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર અમદાવાદ શહેરમાં પણ કુખ્યાત ડોનની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. ચાલો ત્યારે આ ઘટના અંગે અમે આપને વધુ માહિતગાર કરીએ.

હાલમાં મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના કુખ્યાત કાલુ ગરદન વિરુદ્ધ AMCએ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.કાલુ ગરદનના દબાણ પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કરી છે. AMCના અધિકારીઓએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જુહાપુરા ટીપી 85 પર આવેલી 3 દુકાનોનું ડિમોલિશન કર્યું છે. 2 બુલડોઝર સાથે amc દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ખરેખર આ એક તંત્રનું સરહાનીય કાર્ય છે.

તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને જુહાપુરના કુખ્યાત કાલુ ગરદનની જે ગેરકાયદેસર ઇમારતો છે તેની પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ટીપી 85 પર જે ગેરકાયદેસર દુકાનો ઉભી કરવામાં આવી છે તેની પર ડિમોલિશન હાથ ધરેલ.બીજી બાજુ ગેરકાયદે જે ઝુંપડપટ્ટીઓ છે કે જેમના દ્વારા કોર્પોરેશનની જમીન પર ગેરકાયદે દબાણો કરવામાં આવ્યા છે .

આમ પણ કહેવાય છે ને કે, સામાન્ય નાગરીકોની સંપત્તિ પર આવી કાર્યવાહી કરવામાં આવતી હોય છે, અનેકલોકો બે ઘર બની જાય છે, એવામાં આવા કુખ્યાત અને રાજકીય નેતાઓ સામે કાર્યવાહી ના કરવામાં આવે તો એ કંઈ રીતે ચલાવી લેવાય પરતું એએમસી જે પણ કાર્યવાહી કરી છે, એ ખૂબ જ સરહાનીય છે કે, આવા ગુનેગાર સામે કાયદેસરનાં પગલાઓ ભર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!