Gujarat

અમદાવાદ : વિચિત્ર કીસ્સો એક બે નહી યુવક ની પાંચ પત્ની અને દરેક સાથે એવુ કરતો કે….

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રોજિંદા જીવનમાં એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે, તે ખૂબ જ ચોંકાવી દેનાર હોય છે.હાલમાં જ એક વિચિત્ર કિસ્સો બન્યો જેના પગલે સૌ કોઈ ચોંકી ગયા છે.એક વાત તો સામાન્ય છે કે દરેક યુવકને પોતાના જીવનમાં પોતાની જીવન સાથી ની ઈચ્છા હોય છે. હાલના સમયમાં એક લગ્ન નથી થતા ત્યારે એક યુવકે એક નહીં પણ પાંચ યુવતીઓ સાથે લગ્ન કર્યા.
હવે વિચાર કરો કે આ યુવકે આવું શું કામ કર્યું હશે.

અમદાવાદના સોલા વિસ્તારમાં આ ઘટના ઘટી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,લગ્ન કરી યુવતીના વાહનો અને દાગીના વેચી જલસા કરતો શખ્સ પકડાયો છે. યુવકે એક, બે નહીં પણ પાંચ યુવતીઓને પોતાની શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે. લગ્ને લગ્ને કુંવારા યુવકની ચોથી પત્નીએ તેનો આ વિકૃત ચહેરો બહાર લાવી સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મંદિરમાં ફુલહાર કરી લગ્ન કરતો અને દુષ્કર્મ આચરી યુવતીને છોડી દેતો હતો.

વાત જાણે એમ છે કે, વર્ષ 2016માં ખાનગી કંપનીમાં મહિલાનો પરિચય આરોપી પ્રબજોત પંજાબી સાથે થયો હતો. યુવતીના પ્રથમ પતિ સાથે છુટાછેડા થઈ જતા 2018માં પ્રબજોતે પોતે કુંવારો હોવાનું કહીને યુવતી સાથે પ્રેમસંબંધ બાંધ્યો હતો. મંદિરમાં ફુલહાર કરી લગ્ન કરીને લીવ ઈન રિલેશનશીપમાં બન્ને રહેવા લાગ્યા હતા. આ દરમ્યાન એક દિકરીનો જન્મ થયો હતો. મહિલાએ પ્રબજોતને કોર્ટ મેરેજ કરવાનુ કહેતા આરોપી ઘર છોડીને ફરાર થઈ ગયો હતો.

હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે,અગાઉની એક પત્ની તેનો ફોટો લઈને આ મહિલાના ઘરે પહોંચતા પ્રબજોતનો ભાંડો ફુટી ગયો હતો. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે, પ્રબજોતે પરણિત હોવા છતાં કુવારો હોવાનું કહીને લગ્ન તો કર્યા પરંતુ પોતે શરૂ કરેલા કાફે અને તેની લક્સુરીયસ ગાડી વેચીને રૂપિયા ચાઉં કરી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!