આ તારીખ બાદ અમદાવાદ લોકો ને વધારે ગરમી સહન કરવી પડશે ! જાણો હાવામાન વિભાગે શુ આગાહી કરી ??
લના કાળઝાળ ગરમીમાં સૌ કોઈ લોકો પરેશાન છે, ત્યારે ઉનાળાની ઋતુમાં અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, અમદાવાદ લોકો ને વધારે ગરમી સહન કરવી પડશે ! જાણો હાવામાન વિભાગે ક્યાં સમયે આગાહી કરી છે. ત્યારે ખરેખર આ આગાહી થી સૌ કોઈ અમાદવાદી ચિંતાજનક સ્થતિમાં મુકાઈ ગયા છે.
હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં ૪૨ ડિગ્રી સુધીનું તાપમાન છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી ૪૧ થી ૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. આગામી એક વિકમાં બે-ચાર ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. મે માસનું ઓલટાઇમ હાઇએસ્ટ તાપમાન તા.૨૦ મેને ૨૦૧૬ના રોજ ૪૮ ડિગ્રી નોંધાયું છે. આ અઠવાડિયાનું તાપમાન છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડશે.
આ વર્ષના ગરમીના મિજાજને જોતા મે માસમાં પણ રેકોર્ડબ્રેક ગરમી છેલ્લા અઠવાડિયામાં પડી શકે છે. અમદાવાદમાં હાલની ૪૨ ડિગ્રી ગરમીમાં પણ શહેરીજનો પરસેવે રેબઝેબ થઇ ગયા છે. આ વર્ષે તો એપ્રિલ માસથી જ લૂ લાગવાની શરૂઆત થઇ ગઇ હતી. ભારતમાં રાજસ્થાન, યુપી, બિહાર , મધ્યપ્રદેશ સહિતના રાજ્યો આકરા તાપમાં તપી રહ્યા છે.
એકબાજુ વીજકાપ, વૃક્ષોની ઓછી સંખ્યા, હવા, પાણી, જમીનનું પ્રદુષણ, ડામર-આરસીસી રોડની પથરેયાલી લાંબી લાઇનોના કારણે આ વર્ષે શહેરીજનોને ગરમીનો વધુ અહેસાસ થશે. પૂર્વ અમદાવાદમાં ઔદ્યોગિક એકમો સહિતના પ્રદુષણને કારણે ગરમી આમેય વધારે પડતી હોય છે તેવામાં સૂર્યના સીધા કિરણો ગરમીમાં વધારો કરશે. પૂર્વ અમદાવાદીઓએ અત્યારથી જ ગરમી સામે રક્ષણ મેળવવાના ઉપાયો શોધવા પડશે.
