Gujarat

સગી જનેતા રસ્તે રઝળતી કરીને તેના 25 લાખ લઈને દીકરો ભાગી ગયો ! સદનસીબે IPS ભગીરથસિંહ ના ધ્યાન મા આવ્યુ અને વૃધ્ધા ને..

દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે, તેમના આંગણે દીકરાનું આગમન થાય કારણ કે દીકરો તો ઘડપણ નો સહારો છે પરંતુ આ  જગતમાં આ એક વહેમ છે કારણ કે આજના સમયમાં દીકરાઓ માતા પિતાને તરછોડી દે  છે. હાલક જ એક પટેલનાં દીકરી એ પોતાની સગી જનેતા સાથે એવું કર્યું કે તમે જાણશો તો તમારું હૈયુ કંપી જશે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે. એક દીકરાએ પોતાની સગી માતા સાથે એવું કર્યું કે આજે તેમની પાસે નથી દવાના પૈસા કે નથી બે ટંક ભોજન માટે રખડવું પડે છે.

આ દુઃખદ કહાની વિશે વિગતવાર જાણીએ તો અમદાવાદના વેજલપુરના કલાવતીબાએ મજૂરી કરીને રુ. 25 લાખ જેટલી મરણ મૂડી એકઠી કરી હતી. તેમના  કપાતર પુત્ર કોરા ચેક પર માતાની સહી કરાવી તેના બેંક એકાઉન્ટમાંથી રુ. 25 લાખ ઉપાડીને નાસી ગયો. બેંક એકાઉન્ટ ખાલી થઈ જતાં હવે માજી પાસે ન તો દવાના પૈસા છે ન તો બે ટંક ભોજનના. હવે તેમની પાસે ખાવા માટે માત્ર નિસાસો જ છે.

આ માજીએ પતિ વિના દીકરાનો ઉછેર કર્યો પણ દીકરો તો 25 લાખ ઐય્યાશીમાં ઉડાવીને જતો રહ્યો. સદનસીબે ભગીરથસિંહ જેવા માનવતાવાદી પોલીસ અધિકારીની તેમની પર નજર પડી. તેમણે જ બીમાર અને ભૂખી માને પોલીસે જમવાની વ્યવસ્થા કરી આપી છે. ઓશિયાળી બનેલી માતાને IPS આધિકારી મદદ કરી રહ્યા છે.

તમને જણાવી કે, કલાવતીબેન સારી જગ્યાએ નોકરી કરતા હતા. આ નોકરીમાંથી નિવૃત્ત થવા સમયે તેમને રુ. 25 લાખ મળ્યા હતા. આ રુપિયા લઈને દીકરો ઘરેથી જતો રહ્યો અને મા હવે બીમાર હતી.  ત્યારે તેમને કહેલ કે, ભલે દીકરો જતો રહ્યો પણ મારી બેંકમાંથી તમે રૂપિયા લાવી આપો.ડોશીને જે ચેક લખી આપ્યો તે બાઉન્સ થયો ત્યારે તો માજીને ખબર પડી.

તેમના ખાતામાં માત્ર રુ. 1200 છેકલાવતીબેનની IPS ભગીરથસિંહે પહેલા સારવાર કરાવી અને પછી જમવાનો બંદોબસ્ત કર્યો. કલાવતીબેનની વાત જ એવી છે કે ભલભલાનું હૃદય કંપી ઊઠે અને IPS અધિકારીએ પણ કલાવતીબેનને મદદ કરવાની તૈયારી બતાવી અને તેમના દીકરા સામે કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!