અમદાવાદનાં યુવકે પત્નીની આવી કરતુતોના લીધે જીવન ટૂંકાવ્યું! સ્યુસાઈડ નોટ અને વિડિયોમાં જણાવી ચોંકાવનારી વાત, જુઓ વીડિયો.
ગુજરાતમાં આપઘાતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે. આ ઘટના અંગે જાણીને તમે પણ આશ્ચય પામી જશો. મોટે ભાગે એવા કિસ્સા સામેં આવતા હોય છે કે, પતિ અને સાસરિયના લીધે મહિલા આત્મહત્યા કરતી હોય છે પણ આ કિસ્સો ખૂબ જ ચોંકાવનાર છે. આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, અમદાવાદના યુવકે પત્નીના ત્રાસથી કંટાળી જઈ પતિએ આપઘાત કરી લીધો.
આ ઘટનામાં જાણવા મળ્યું કે, પત્ની અને પત્નીના પરિવારજનોએ કોઈ બાબતે માથાકૂટ કરી હેરાનગતી કરતા હતા અને આ જ કારણે યુવકે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ અને વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ યુવકે આપઘાત કરી મોત વ્હાલુ કર્યું. આ ઘટનાને કારણેસરખેજ પોલીસે આ મામલે પત્ની સહિત 2 સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મૃતક યુવકે પત્નીના પરિવારજનો પર ગંભીર આરોપ લગાવી સ્યુસાઈડ નોટ અને વીડિયો પણ બનાવ્યો હતો જે અંતિમ વીડિયો પરિવારજનોને મોકલ્યો હતો. વિડીયોમાં જણાવ્યુ કે, ‘તમને તો ખબર જ છે મે બધાને ખુશ રાખવા દિવસ રાત એક કરીને મહેનત કરી હતી. જ્યાં સુધી રૂપિયા હતા ત્યાં સુધી બધાને આપ્યા હતા. હવે નથી તો ખોટા આરોપ નાખીને હેરાન કરે છે. માંરા મોત પાછળ તુલસી ચૌહાણ અને શંકર ચૌહાણ જ જવાબદાર છે.
ખાસ વાતે કે મૃતક યુવકે જણાવેલ કે મારી મીલકતમાં મારી પત્નીનો કોઇ પણ અધિકાર નથી. તેમ કહીને યુવકે વીડિયોમાં અનેક આક્ષેપો કર્યા હતા યુવકને સાસરિયાં પક્ષ તરફથી ત્રાસ માડતો હોવાનું સુસાઇડ નોટ અને વીડિયો પરથી સ્પષ્ટ થયા છે.પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથધરી છે. તેમજ 2 શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
અમદાવાદમાં પત્નીના ત્રાસથી કંટાળીને પતિએ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઇડ નોટ અને વીડિયો પરિવારને મોકલ્યો, દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો#Ahmedabad pic.twitter.com/195VD0gFak
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2022