Gujarat

અમદાવાદ : મામા પુત્રી ના મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો ! હત્યારો બીજુ કોઈ નહી પણ હોસ્પિટલ નો…

ગઈ કાલે અમદાવાદ મા એક ખુબ જ ચોંકાવનારી ઘટના ઘટી હતી જેમા અમદાવાદ ની એક હોસ્પિટલ મા એક યુવતી ની લાશ હોસ્પિટલ ના ઓપરેશન થિયેટર મા કબાટ માથી મળી આવી હતી જ્યારે પોલીસ તપાસે કરતા એક નહી બે લાશ મળી હતી બીજી લાશ યુવતી ની માતા હતી જ્યારે આ મામલે હાહાકાર મચી ગયો અને અનેક લોકો શક ના દાયરા મા આવ્યા હતા.

જ્યારે હાલ આ ઘટના મામલે ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ન્યુઝ 18 ગુજરાતી ના એક એહવાલ મુજબ આ ઘટના મા કમ્પાઉન્ડર દ્વારા યુવતી ની સારવાર કરાતા યુવતી નુ મોત થયું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી.એક કાનની સારવાર સફળ રહ્યા બાદ બીજા કાનની સારવાર ભારતીએ શરૂ કરાવી હતી. આ દરમિયાન કેટામાઈનનું ઈન્જેક્શન આપતા ગણતરીના સમયમા ભારતીનું મોત થયું હતું.

આ ઉપરાંત એવી વિગતો પણ સામે આવી છે કે ભારતીના મોત બાદ માતાને ઈન્જેક્શન આપ્યું હતું. ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર મનસુખ ગેરકાયદે સારવાર કરતો હતો. આટલું જ નહીં, કમ્પાઉન્ડર CCTV બંધ રાખી સારવાર કરતો હતો. આ ઘટના મા ભોગ બનનાર ભારતી વાળા અને તેની માતા શાહવાડી મા રહે છે અને છેલ્લા હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક જે ભારતીના પતિ લક્ષ્મણના સગા પણ થાય છે તેના સંપર્ક થી અહીંયા સારવાર ચાલી રહી હતી

ઘટનાની વાત કરીએ તો, ડૉ. અર્પિત શાહની હોસ્પિટલમાં અન્ય 3 લોકો કામ કરે છે. ડોક્ટર કામ પતાવીને નીકળી ગયા હતા, ત્યાર બાદ હોસ્પિટલના અન્ય સ્ટાફ કબાટમાંથી કોઈ વસ્તુ મૂકવા ગયા તો જે જગ્યા ગેસનો બાટલો હતો તે જગ્યા ઉપર ભારતીની લાશ મળી આવી હતી. ડોક્ટરને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસને પણ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!