અમદાવાદ મા પત્નીએ 10 લાખ રુપીયાની સોપારી આપી પતિની બોલેરો થી ઉડાવી હત્યા કરવી નાખી ! હત્યા કરવાનું કારણ જાણશો તો…
દિવસે ને દિવસે અનેક પ્રકારના હત્યાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદ મા પત્નીએ 10 લાખ રુપીયાની સોપારી આપી પતિની બોલેરો થી ઉડાવી હત્યા કરવી નાખી ! હત્યા કરવાનું કારણ જાણશો તો તમે પણ આશ્ચય પામી જશો. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ.
આ ઘટના અંગે જાણવા મળ્યું છે કે, અમદાવાદના વસ્ત્રાલમાં થોડા સમય પહેલા એક યુવક મોર્નિંગ વોક પર જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવી રહેલા ટેમ્પો એ તેને ઉડાવી દીધા હતો. જેમાં તેનું કરુણ મોત થયું હતું. આ ઘટના અકસ્માતમાં લાગી હતી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આની તપાસ કરતા જાણવા મળ્યું કે આ હત્યા છે અને મૃતકની પત્ની અને તેના પ્રેમીએ ભેગા મળીને સોપારી આપી હતી.
ખાસ વાતે કે, યુવકની હત્યા કરવાનો પ્લાન કરવામાં આવ્યો હતો એટલું જ નહીં ઘરથી બહાર એ વ્યક્તિ કેટલા વાગે જાય છે એ તમામ વિગત પત્નીએ જ આપી હતી.આ હત્યા અંગે કારણ જાણવા મળ્યું હતું કે અનેનૈતિક સંબંધો એટલી હદે આગળ વધી ગયા હતા કે પતિ તેમને નડતર રૂપ લાગતો હતો જે માટે એક માસુમની હત્યા કરવામાં આવી હતી.આ અકસ્માતના સીસીટીવી સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. જે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે આ ઈરાદા પૂર્વક કરેલ અકસ્માત જણાઈ આવ્યું હતું.
જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ અકસ્માત કરાવવા મૃતકની પત્ની શારદા અને તેના પ્રેમી નીતિન પ્રજાપતિએ જ સોપારી આપી હતી. ગોમતીપુરમાં રહેતા યાસીનને અકસ્માત કરાવવા 10 લાખની સોપારી આપવામાં આવી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મૃતકના પત્ની અને પ્રેમીની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી.
આરોપી નીતિન પ્રજાપતિ અને મૃતક શૈલેષ પ્રજાપતિ એક જ ગામના હતા જેથી અઢી વર્ષથી નીતિન તેમના ઘરે આવતો જતો હતો આ દરમિયાન નીતિનને શૈલેશભાઈના પત્ની શારદા સાથે પ્રેમ થઈ ગયો હતો.2 વર્ષ અગાઉ શૈલેષભાઇને પ્રેમ સંબંધ અંગે જાણ થઈ હતી જેને લઈને પતિ પત્નીમાં ઝગડા થવા લાગ્યા હતા અને બંને પ્રેમી એક બીજાને મળી શકતા નહોતા જેથી રસ્તાઓ કાંટો હટાવવા બંને પ્રેમીએ શૈલેષભાઇની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો.હાલમાં પોલીસે આ ઘટના અંગે તપાસ આગળ હાથ ધરી છે