Gujarat

અમદાવાદના વેપારી કમલેશભાઈ પટેલની જન્મ દિવસના દિવસે જ મિત્ર એ હત્યા કરી ! હત્યા કરવા પાછળ નુ કારણ એ હતુ કે ..

આને સમય એટલો ખરાબ આવી ગયો છે કે, પોતાના લોકો ઉપર વિશ્વાસ રાખીને પણ ધોખો જ મળ્યો છે. હાલમાં જ આપણે જાણીએ છે કે માત્ર મોબાઈલ ફોનનીનું નજવી બાબતને મોટું રૂપ આપી દીધું હશે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ તો સૂત્ર દ્વારા મળેલી માહિતી મુકબ4અમદાવાદના ચાંદખેડામાં એક વેપારીની તેના જન્મ દિવસે જે મિત્ર એ ગિફ્ટમાં મોતની ભેટ આપી. આજમાં સમહમાં તો ભાઈબંધ પર ભરોસો રાખ્યા જેવો નહીં.

આ ઘટના અંગે જાણવા મળ્યું છે. મિત્રએ રૂ. 2 કરોડની લેવડદેવડમાં મિત્રની હત્યા કરી હતી. ચાંદખેડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. દ્વારકેશ રેડિયન્સ સ્કીમમાં પૈસાની ઉઘરાણી કરવા આવેલા મિત્ર વેપારીની હત્યા કરીને ફરાર થઇ ગયો હતો. આ બિલ્ડિંગમાં વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક કમલેશ પટેલનો 30 મેના રોજ જન્મદિવસ હતો. કમલેશભાઈ પોતાની ઓફિસમાં હતા ત્યારે ભદ્રેશ પટેલ નામનો વ્યક્તિ રૂ. 2 કરોડની ઉઘરાણી કરવા આવ્યો હતો.

કમલેશભાઈને કંપનીના કર્મચારીની હાજરીમાં ખુરશી અને મૂઢ માર માર્યો હતો. પરિસ્થિતિ ગંભીર જણાતા હોસ્પિટલમાં દાખલ કરેલ.હોસ્પિટલમાં ડોક્ટરો એ સારવાર દરમિયાન ડૉક્ટરએ મૃત જાહેર કર્યા હતા. ચાંદખેડા પોલીસે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.હત્યાના દિવસે એટલે કે 30 મેના રોજ કમલેશભાઈ પોતાના પરિવાર સાથે બર્થડે સેલિબ્રેશન કરવાના હતા તે પહેલાં જ મિત્ર ભદ્રેશએ મોતની ગિફ્ટ આપી દીધી.

10 વર્ષ થી બંને ગાઢ મિત્રો હતા પણ મિત્રતાનું આવું પરિણામ આવશે એ સ્વપ્નમાં પણ નોહતું વિચાર્યું કોઈએ. ભદ્રેશ પટેલ કન્સ્ટ્રક્શનની સાથે ફાયનાન્સનો પણ ધંધો કરતો હતો.. જેથી છેલ્લા 7 વર્ષથી કમલેશભાઈ અને ભદ્રેશ વચ્ચે ધંધા માટે નાણાકીય વ્યવહાર ચાલતો હતો. રેડિયન્સ સ્કીમમાં ભદ્રેશ પટેલની દુકાન ભાડે રાખીને કમલેશભાઈએ જાન્યુઆરી 2022માં વેલ્ટોસા કંપની શરૂ કરી હતી અને રૂ 2 લાખ ભાડું પણ ચૂકવતા હતા. આરોપી ભદ્રેશ પટેલ પાસેથી ધંધા માટે કમલેશભાઈ 6 કરોડ ઉછીના લીધા હતા અને 4 કરોડ ચૂકવી દીધા હતા. જ્યારે 2 કરોડને લઈને ભદ્રેશ ઉઘરાણી કરતો હતો અને આખરે 2 કરોડોનો ઉઘરાણીનું આવું પરિણામ આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!