અમદાવાદ : હોલીવુડ ફિલ્મ ને ટક્કર આપે એવી રીતે ચાલુ ટ્રક માથી કરોડોની ચોરી કરી ! વિડીઓ જોઈ આંખો ફાટી રહી જશે
હાલમાં જ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ-અમદાવાદ હાઇવે પર ફિલ્મી કહાનીઓને પણ ટૂંકી પાડે એવી દિલધડક ચોરીનો બનાવ સામે આવ્યો છે, આ ચોરે ચાલુ ટ્રકમાંથી એવી રીતે ચોરી કરી કે આ ઘટનાનો વિડીયો જોઈને તમે ચોંકી જશો. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે કઈ રીતે આ ચોરે ચોરી કરી છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, તા 6 જાન્યુઆરીએ લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈશરમાંથી રૂ.1.07 કરોડના માલસામાનની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા અને આ ચોરીની ઘટનના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો.છે. વીડિઓ દ્વારા જાણવા મળ્યું છે કે, લીંબડીથી રાજકોટ બાજુ બોડિયા ગામ નજીક બે અજાણ્યા શખસ બાઇક પર આવીને ચાલુ આઈશરમાંથી પાછળનું લોક તથા સીલ તોડીને એમાં મૂકેલાં પૂંઠાનાં બોક્સ નંગ 719 પૈકી બોક્સની અંદર રહેલા ટાટા સ્કાયનો સામાન રૂપિયા 20 હજાર, હેડફોન તથા પાવરબેક રૂપિયા 23 હજાર, ઓટોમોબાઈલ,
જેમાં પોલીસે અંદાજો લાવેલા રોકડા રૂપિયા 50 હજાર, 96 હજાર રૂપિયાના લેપટોપ તેમજ અલગ-અલગ કંપનીનાં અલગ મોડલના 259 નંગ મોબાઈલ જેની કુલ કિંમત રૂપિયા 91 લાખ 16 હજાર 563 તથા પ્રિન્ટિંગના રોલ રૂપિયા 28 હજાર, ઘડિયાળ રૂપિયા 2 લાખ 27 હજાર 385, ટેબ્લેટ 12 લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 1 કરોડ 7 લાખ 17 હજાર 133ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું હતું કે રાત્રિના દોઢેક વાગ્યાના સુમારે લીંબડી નજીક આ કામનો ભોગ બનનારા શખસની ગાડીનો ઓવરટેક કરીને એક ગાડીના ચાલકે તેમને ગાડીનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાની સાથે સામાન ચોરાયો હતો. એલસીબી, એસઓજી સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા તસ્કરોની ગેંગને ઝબ્બે કરવા કવાયત હાથ ધરાઈ છે.