Gujarat

કલેક્ટર ઓફિસ મા નોકરી કરતા આહીર યુવાને ગળાફાંસો આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા મિત્ર ને મેસેજ કર્યો કે “તુ ઘરે આવ..

ગુજરાતમાં દિવસેને દિવસે અનેક પ્રકારના આત્મહત્યના બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે અને આ જ કારણે આહીર સમાજમાં તેમજ પરિવારજનોમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ કલેક્ટર ઓફિસ મા નોકરી કરતા આહીર યુવાને ગળાફાંસો આપઘાત કરી લીધો ! આપઘાત કરતા પહેલા મિત્ર ને મેસેજ કર્યો હતો અને એવી વાત જણાવીએ કે, જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે વધુવિગત વાર માહિતી જાણીએ.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજકોટની કલેક્ટર ઓફીસમાં નોકરી કરતા આહીર યુવાન કોઠારીયા ગામમાં આવેલી ગદાધાર નામની રેસીડેન્સીમાં પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાયો છે. આજી ડેમ પોલીસ મથકનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતો.

આ ઘટના અંગે જાણવા મળ્યું હતું કે, કલેકટર ઓફિસમાં નોકરી કરનાર દિપક જગમાલભાઈ જળુ એ કોઠારીયા ગામમાં આવેલી ગદાધાર રેસીડેન્સીમાં સવારે જ ગળાફાંસો ખાઈ લીધો હતો અને આ ઘટના બાદ આજી ડેમ પોલીસ મથક તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે,

દિપકભાઈ બે ભાઈના નાના અને તેમના સંતાનમાં એક પુત્રી છે તેમજ તેમના બે વર્ષ પહેલા છૂટાછેટા થઇ ગયેલ છે તેમજ તેઓ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ ફોર્સમાં નોકરી કરતાં હતાં. તેઓની ફરજ રાજકોટની કલેક્ટર ઓફીસમાં હતી. તેમના માતાપિતા કેશોદ શહેરમાં રહે છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મૃતક દિપકભાઈએ આત્મહત્યા કરતા પહેલા મિત્ર કૌશીક ગોહેલને એક મેસેજ કર્યો હતો કે ‘તું ઘરે આવ’ ત્યારબાદ કૌશીકભાઈએ આજે સવારે ઘરે જઇને જોયું ત્યારે દિપકભાઈના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે દિપકભાઈના આપઘાતનું કારણ જાણવા તજવીજ શરુ કરી છે. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, દીપકની એક અધિકારી સાથે માથાકૂટ થઇ હતી તે અધિકારીએ દિપકભાઈની બદલી કરી નાખવાની ધમકી આપી હોવાની ચર્ચા થઇ રહી છે. હવે આ બનાવ અંગે શું ચોંકાવનાર ખુલાસા આવે છે, એ તો સમય આવે ત્યારે જ ખબર પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!