આહીર સમાજ ના અગ્રણી એ પોતાના પુત્ર ના લગ્ન નુ રિસેપ્શન ટાળીને 35 લાખ રુપીયા દાન-પુન માટે આપી દીધા…
આજે આપણે એક ખૂબ જ અનોખા લગ્ન રીસપેશનની વાત કરીશું. ગુજરાતનાં રતનાલના સામાજિક આગેવાને પુત્રના લગ્નમાં મોંઘુ રીસેપ્શન ટાળીને જે કાર્ય કર્યું એ ખૂબ જ સરહાનીય છે. આજના સમયમાં ઉધોગપતિઓ અને કલાકારો લગ્ન ખૂબ જ ધામધૂમથી અને અતિ વૈભવશાળી રીતે ઉજવે છે અને કરોડો અને લાખો રૂપિયા ખર્ચી નાંખે છે, ત્યારે સામાજિક આગેવાને ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે.સામાજિક આગેવાને પુત્રના લગ્નમાં મોંઘુ રીસેપ્શન ટાળીને જે કાર્ય કર્યું એ ખૂબ જ સરહાનીય છે.
આજના સમયમાં ઉધોગપતિઓ અને કલાકારો લગ્ન ખૂબ જ ધામધૂમથી અને અતિ વૈભવશાળી રીતે ઉજવે છે અને કરોડો અને લાખો રૂપિયા ખર્ચી નાંખે છે, ત્યારે સામાજિક આગેવાને ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે.હાલમાં જ્યારે લોકો દેખાડવો કરવા માટે ખોટા ખર્ચાઓ જાણે એક પરંપરા બની ગઈ હોય તેમ ગરીબ વ્યક્તિ લોન લઈને પણ લગ્ન પ્રસંગમાં ધોમ ખર્ચાઓ કરે છે. લોકોને એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છેઅંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા એક સામાજિક આગેવાને રતનલાલે. જેમને પોતાના પુત્રના લગ્નમાં મોંઘો રિસેપ્શન કે ખોટા ખર્ચાઓ કરવાની જગ્યાએ સાદગી પૂર્વક લગ્ન કરી સેવાકાર્યના માર્ગે જઈ દાન પેટે રૂ. 35 લાખ ફાળવ્યા છે.
રતનાલ ગામે રહેતા અને ભાજપ કાર્યકર અને સંઘની વિચારધારા ધરાવતા નંદલાલભાઈ જીવાભાઈ આહિરે સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.તા.28નાં રોજ અંજારમાં સામુહિક લગ્નમાં રતનાલ ગામે રહેતા નંદલાલભાઈ જીવાભાઈ આહીરના પુત્ર લાભેશના પણ લગ્ન હતા. સૌની સાથે જ સદાય.પૂર્વક લગ્ન કરવામાં આવ્યા. લગ્નનો તમામ ખર્ચ પેટે રૂ. 35 લાખ જેટલી રકમ જુદી જુદી જગ્યાઓએ દાન પેટે ફાળવી નાખવામાં આવી હતી.
આ અંગે નંદલાલભાઈ આહીર લોકોને જણાવ્યું હતું કે, હું ભાજપના કાર્યકર્તા સાથે સંઘની વિચારધારા ધરાવું છું અને સંઘના લોકો સાથે મારી બેઠક હોવાથી સેવા કર્યો કરવા તે સંસ્કાર પહેલાથી જ રહેલા છે. જે મુજબ મારા પિતાજીએ પણ અનેક સેવા કર્યો હતા અને હવે તેમના રસ્તે ચાલી હું પણ સેવાકર્યો કરું છું. મારા પુત્રના લગ્નમાં ખોટા ખર્ચાઓ કરવા કરતા જે રકમ પ્રસંગ પાછળ ખર્ચ થવાની હતી તેનો અંદાજ કાઢી સારા કાર્યો પાછળ ફાળવવાનું વિચારી અંદાજીત 30થી 35 લાખ રૂપિયાનું દાન કરવાનું નિર્ધાર કર્યું છે.
જેમાં પ્રથમ તબક્કામાં રૂ. 5 લાખ જુદી જુદી જગ્યાઓએ આપ્યા છે અને હજુ 2-3 તબક્કામાં દાન કરીશ. આ અગ્રણીએ મહત્વનપૂર્ણ નિર્ણય લઇને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે.રતનાલના આગેવાને માત્ર મંદિરો જ નહીં પણ સામાજિક સમરસતા દાખવી જુદા જુદા સમજોને પણ મદદ કરી છે. આ પહેલા પણ નંદલાલભાઈએ પોતાના મોટા પુત્ર વિજયના લગ્નમાં થયા હતા અને તે સમયમાં તેમણે પ્રસંગ તો સાદગીથી જ ઉજવ્યો હતો. તેમણે સેવાના કાર્ય પાછળ નાણાં ખર્ચવાનો નિર્ધાર કરી અંદાજીત રૂ. 30 લાખનું દાન કર્યું હતું.
