અમદાવાદ મા 30 વર્ષની મહિલાની લાશ હોસ્પિટલ મા કબાટ માથી મળતા ચકચાર મચી ગયો ! પોલીસ તપાસ મા સામે આવ્યુ કે મહોલા ની..
છેલ્લા થોડા મહીનાઓ થી ગુજરાત ભર માથી ઘણા જ વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યા છે અંધશ્રધ્ધા અને આપઘાત ના બનાવો પણ વધુ પ્રમાણ મા સામે આવી રહ્યા છે ત્યારે હાલ અમદાવાદ મા એક વિચીત્ર ઘટના સામે આવી છે જેમા એક 30 વર્ષ ની મહિલાની લાશ હોસ્પિટલના ઓપરેશન રુમ મા કમાટ માથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના અંગે દિવ્ય ભાસ્કર ના અહેવાલ મુજબ અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેસનની હદમાં આવેલી એક હોસ્પિટલની અંદર ખૂબ જ દુર્ગંધ મારતી હતી. હોસ્પિટલના ઓપરેશન થિટેટરની અંદર આવેલા એક કબાટની અંદર વાસ મારતાં આ કબાટ ખોલવામાં આવ્યું હતું, જેની અંદર 28થી 30 વર્ષની યુવતીની લાશ મળી હતી.
હાલ પોલીસ દ્વારા આ ઘટનામા તપાસ કરવા મા આવી રહી છે કે આ યુવતિ ની લાશ ત્યા કેવી રીતે આવી હોસ્પિટલ જેવી જગ્યા એ થી અચાનક રહસ્યમય રીતે મહિલા ની લાશ મળી આવતા મહીલા ની હત્યા થઈ હોય શકે એ દીશા મા પોલીસ તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન આ મહીલા નુ નામ ભારતી વાળા જાણવા મળેલ છે.
જ્યારે ભારતી ની હત્યા ડ્રગ્સનો ઓવરડોઝ અથવા કોઈ ઇન્જેક્શન આપીને કરવામા આવી હોય તેવી આશંકા સેવાઈ રહી છે જ્યારે પોલીસ તપાસ મા એવુ પણ સામે આવ્યુ છે કે ત્યારે આ મામલે ભારતી હોસ્પિટલના એક યુવકના સંપર્કમાં હતી તેની શોધખોળ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.