GujaratUseful information

અમદાવાદ : લગ્નના ચાર માસ થયા ત્યાં જ શિક્ષક યુવકે કરી લીધી આત્મહત્યા!! આત્મહત્યાનું કારણ જાણી હચમચી જશો

આત્મહત્યાના અનેક પ્રકારના બનાવો સામે આવતા હોય છે, ત્યારે  હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે. આપણે અત્યાર સુધી સાંભળ્યુ હશે કે  યુવતીઓ પતિ કે સાસુના ત્રાસે જીવન ટૂંકાવી દે પરંતુ હાલમાં જ.અમદાવાદમાં 26 વર્ષના યુવકે પત્ની અ સાસુના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પરથી આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું.

યુવકે નદીમાં ઝંપલાવતા પહેલા બે વીડિયો બનાવ્યા અને પોતાની આપવીતી વીડિયોમાં જણાવેલ. મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, જુહાપુરામાં કોમ્યુટર શિક્ષક તરીકે નોકરી કરનાર આ ગુફારાનના
4 મહિના પહેલા ફરહીનબાનુ નામની યુવતી સાથે લગ્ન થયા હતા.
લગ્નબાદ અવારનવાર ઝઘડા થતા યુવતી પોતાના પિયર ચાલી ગયેલી.

યુવતી એ ઘરે પરત આવવાની મનાઈ કરી દીધી. કહ્યું કે હું તારી સાથે નહીં આવું. તારે મરી જવું હોય તો મરી જા. તેમજ યુવકની સાસુ એ પણ કહ્યું કે , તારે જે કરવું હોય તે કર, જીવવું હોય તો જીવ અને કાલે મરતો હોય તો આજે મર. મારી દીકરીને તારી સાથે નહીં મોકલું.

સાસુના માનસિક ત્રાસથી કંટાળીને આખરે 7 સપ્ટેમ્બરના રોજ ઘરેથી દવાલેવાનું કહીને  રિવરફ્રન્ટ પરથી નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો.

એક વીડિયોમાં ગુફરાન કહે છે, ગોફુ ઇસ દુનિયા મેં નહીં રહા. આજ યે વીડિયો આપકો પહોંચેગા તબ તક તો શાયદ મેં મર ચૂકા હોંગા. મેરે જનાજે પર આ જાના. મેં વહી હું રિવરફ્રન્ટ પર, જહાં હમ મિલતે થે. તુમને બહોત ગલતિયાં કી ફરહીન, ફીર ભી મૈંને માફ કિયા, અમ્મી, ચાચાને સબકો તુમને મેરે ખિલાફ કર દિયા થા. જ્યારે બીજા વીડિયોમાં તે કહે છે, છેલ્લી લડાઈ પણ ફરહીનની માતાના કારણે થઈ. બહુત હેરાન કિયા હમલો. ફરહીન કી ગલતિયા મેં માફ કર દેતા, પર ઉસકી અમ્મીને મેરે કો જાનબુઝ કે ગુસ્સા દિલાયા. એકબાર ભી આઈસીયુમેં દેખને નહીં આયે. અંતે યુવાને રિવરફ્રન્ટમાં છલાંગ લગાવીને જીવન ટૂંકાવી લીધું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!