લગ્ન કરીને પરત ફરતી વખતે પટેલ પરીવાર ને અક્સમાત નડયો ! વરરાજા ના દાદા અને નાના નુ કરુણ મોત
હજી ત્રણ દિવસ પણ નથી થયા એક ભયંકર ગોઝારા અક્સમાતને જેમા પટેલ પરીવાર ના 5 લોકો ના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્તમાત નવસારીના ધોળાપીપળાના પડઘા પાટીયા પાસે થયો હતો જેમા ઈક્કો કાર પણ ધડાકાભેર કંટેનર પડ્યુ હતુ ત્યારે ફરી એક ભંયંકર અક્સમાત થયો છે જેમા બે વેવાઈ ના કરુણ મોત નિપજ્યા છે. આ અકસ્તમાત માળિયા-અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રે આ અક્સમાત સર્જાયો હતો.
ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર કલોકનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો ત્યારે માળિયા-અમદાવાદ હાઇવે પર માલવણ નજીક મોડી રાત્રી ના કાર ચાલકે કાબુ ગુમાવતા આ ગંભીર અકસ્તમાત સર્જાયો હતો જેમા ઓવર સ્પીડ મા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાતા કાર કાર ના ફુરચા ઉડી ગયા હતા અને ચાર રોંગ સાઇડ મા જતી રહી હતી.
આ ગંભીર અકસ્તમાત મા બે વેવાઈ ના મૃત્યુ થયા હતા જ્યારે અન્ય ત્રણ લોકો ને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક નજીક ની હોસ્પિટલ મા ખસેડવા મા આવ્યા હતા અને બાદ મા વધુ સારવાર માટે અમદાવાદ સેલ્બી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. લગ્નના દિવસે જ આ ઘટના બનતા ખુશીનો માહોલ દુખમા ફેરવાઈ ગય હતો અને આ ઘટના મા વરરાજા ના દાદા અને નાના બન્ને વેવાઇ ના મોત થતા અરેરાટી મચી જવા પામી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રિના પોણાબાર વાગ્યાના સુમારે પટેલ સમાજનો પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો ત્યારે આ ભયંકર અક્સમાત સર્જાયો હતો અને આ અક્સમાત મા કાર ચાલક વિનોદ દેવજીભાઇ પટેલ નો જીવ બચી ગયો હતો જયારે ભાણજીભાઇ અબજીભાઇ પટેલ (ઉંમર વર્ષ- 75. રહે- નડિયાદ. વરરાજાના નાના) દેવજીભાઇ પચાણભાઇ પટેલ (ઉંમર વર્ષ- 70. રહે- નંદાસણ. વરરાજાના દાદા) મોત ને ભેટયા હતા.