ગુનાની દુનીયા મા અમદાવાદની આ લેડી ડોન નો દબદબો ! 52 થી વધુ ગુના નોંધાયેલા જ્યારે હસીના પારકર જવો રોફ….જાણો વિગતે
અમદાવાદ મા ગલીએ ગલીએ ભાઈગીરી અને ડોન જોવા મળે છે. જ્યારે અમુક મહીલાઓ પણ આ બાબતે આગળ જોવા મળે છે અને ગુનાહીત પ્રવૃતિઓ કરતી હોય છે ત્યારે એવુ જ એક નામ એટલે આયેશાબાનું જેના પર અત્યાર સુધી મા 52 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને જ્યારે નારોલ પોલીસે તેની દારુ તેમજ મારામારી સહીતના ત્રણેક ગુનામાં ધરપકડ કરી છે.
નારોલના આબાદનગરમાં રહેતી આયેશાબાનુ એ વર્ષે 2002 મા ગુનાહિત પ્રવૃતિ નો દુનીયા મા એન્ટ્રી કરીહતી તેનું અસલી નામ આશા અને તે બાપુનગરની રહેવાસી છે. આશાએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા છે જ્યારે શરુવાત ના સમયે દેશી દારુ નુ વેચાણ કરતી અને 2002 મા પહેલો ગુનો નોંધાયો હતો. વર્ષ 2003માં પણ ત્રણ ગુના દાખલ થયા હતા. જે બાદ તેને પોલીસની બીક જતી રહી એટલે આયેશા ઉર્ફે આશાએ ધમધોકાર દારૂનો ધંધો શરુ કરી દીધો હતો. વર્ષ 2004માં તેના વિરૂદ્ધ 6 ગુના દાખલ થયા હતા. બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેનુ નામ લિસ્ટેડ બુલટેગર તરીકે બની ગયુ હતું જ્યારે તેને પાસા પણ થઇ હતી.
આ ઉપરાંત વર્ષ 2005-2006 કુલ 5 ગુના નોંધાયા હતા. જ્યાર બાદ આશા ઉર્ફે આયશા એ એક મુસ્લિમ યુવક સાજીદખાન પઠાણ સાથે લગ્ન કરી લીધા હતા અને નારોલ મા રહેવા જતી રહી હતી અને ગુજરાત પ્રવૃતિઓ અંધ કરી દીધી હતી જ્યારે વર્ષો બાદ 2017 મા એક્ટીવ થઇ હતી અને દારુ ના ધંધા મા નામ આવ્યુ હતુ.
2017 બાદ ફરી ગુનાની દુનીયા મા પગ ભુકતા ની સાથે 2017 મા એક 2018 મા પાંચ ગુનાઓ 2019માં દારૂના 12 ગુના સાથે એક રાયોટીંગનો ગુનો પણ નોંધાયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.