અમદાવાદના મેયર અતિ ભવ્ય બંગલા મા રહેવા જવાને બદલે પોતાના જ ચાલીવાળા ઘર મા જ રહે છે ! જુવો તેમના ઘરની તસ્વીરો
સામાન્ય રીતે જ્યારે કોઈ પણ મેયર બને ત્યારે મેયર પદ માટે ફાળવવા મા આવેલ બંગલા મા મેયર રહેવા જતા હોય છે ત્યારે આજે Divyabhaskar ના અહેવાલ મુજબ જાણવા મળેલ કે અમદાવાદ ના મેયર કીરીટભાઈ પરમાર મેયર બન્યા બાદ અતિ વૈભવી બંગલા મા રહેવા જવા ના બદલે તે પોતાના જુના ઘર ચાલીવાળા મકાન મા જ રહે છે. તો આવો જાણીએ આ બાબતે સમગ્ર અહેવાલ….
આજ થી એક વર્ષ પહેલા ચુંટણી બાદ અમદાવાદ શહેર ના નવા મેયર તરીકે કીરીટભાઇ પરમાર ની વરણી કરાઇ હતી ત્યારે તેવો એ જણાવ્યુ હતુ કે તેવો મેયર ના બંગલા મા રહેવા ને બદલે પોતાના ના ઘરે જ રહેવાનુ પસંદ કરશે. અમદાવાદ ના તેમનુ ઘર અમદાવાદ ના બાપુનગર ના વિસ્તાર મા હીરા ભગત ની ચાલી મા રહે છે. તેમનુ ઘર જોતા કોઈ માની ન શકે કે તે એક મેયર નુ ઘર હશે. તેવો મેયર હોવા છતા એક દમ સાદુ જીવન જીવી રહ્યા છે. અને સામાન્ય લોકો વચ્ચે જ રહે છે. અને આજે પણ જો કોઈ ને કામ હોય તો મેયર ને મળવા માટે ચાલી વાળા મકાન મા જાય છે.
જો અમદાવાદ ના મેયર ના બંગલા ની વાત કરીએ તો કોઈ નુ પણ મન મોહી લે તેવો બંગલો અમદાવાદ ના પોષ વિસ્તાર ગણાતા લો ગાર્ડન મા આવેલો છે. આ બંગલો ચાર વર્ષ પહેલા જ રીનોવેશન કરાવેલો છે. અને બંગલો એક હજાર વાર જગ્યા મા ફેલાયેલો છે અને કોઈ ને પણ ગમી જાય એવુ એલિવેશન અને વોલ પેઈન્ટ કરેલો સુંદર બંગલો છે પંરતુ અમદાવાદ ના મેયર કીરીટભાઈ પરમાર આ બંગલા મા એક દીવસ પણ રહેવા ગયા નથી.
જો આ અગાવ ના મેયરો ની વાત કરવામા આવે તો 2008 મા ભાજપના જ મેયર કાનાજી ઠાકોરે આ ભવ્ય બંગલામાં રહેવા જવાનો ઈનકાર કરી દીધો હતો. કાનાજી માધુપુરા વોર્ડના કોર્પોરેટર હતા અને 2008ની સાલમાં અમદાવાદના 37મા મેયર બન્યા હતા. અને તેવો પણ ચાલી મા રહેતા હતા ત્યારે આ બંગલા મા રહેવા જવા ના ઈનકાર કરી દીધો હતો.