અમદાવાદના પોલીસકર્મીએ ત્રણ વર્ષની બાળકી અને પત્ની સાથે 12મા માળેથી
ગુજરાતભર મા આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે ખાસ કરી ને મોટા શહેરો મા આપઘાત ના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે બે દિવસ આગાવ જ વલસાડ મા મહીલા કોન્સ્ટેબલની દરીયા માથી લાશ મળી હતી ત્યારે તે હત્યા કે આત્મહત્યા હતી તે અંગે ગુથી નથી સુલજાણી ત્યારે અમદાવાદ મા કુલદિપસિંહ નામ ના પોલીસ કર્મી એ બિલ્ડીંગ ના 12 માળે થી કુદી પત્ની અને ત્રણ વર્ષ ની દીકરી સાથે સામૂહિક આપઘાત કરી લીધો હતો.
ઘટના અંગે વિગતે વાત કરવા મા આવે તો ભાવનગરના સિહોરના વતની કુલદીપસિંહ જ્યારે હાલ અમદાવાદ ના ગોતા મા રહેતા હતા જેમના પરિવાર મા 3 વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિ હતા જ્યારે ગત રાત્રી ના 1.30 વાગ્યા ના અરસા મા કુલદીપસિંહ તેમની પત્ની અને બાળકી સાથે બિલ્ડીંગ ના 12 માળે થી કુદી સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો.
ઘટના ની જાણ થતાની સાથે જ સોલા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ પરિવારની સામૂહિક હત્યાનો આ પહેલો બનાવ છે. જ્યારે કુલદિપસિંહ એ આ પ્રકાર નુ પગલુ શા માટે ભર્યુ તેની માટે તપાસ નો ધભધભાટ ચાલી રહી છે જ્યારે હાલમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પોલીસ પરિવારમાં પડ્યા છે.
કુલદિપસિંહ મુળ ભાવનગર જીલ્લા ના શિહોર તાલુકા ના છે જયારે તેમના પત્ની વડીયા ગામના છે. તેમના જાણીતા લોકોનું કહેવું છે કે કુલદીપસિંહ સ્વભાવે અત્યંત શાંત અને સરળ વ્યક્તિ હતા, આ પ્રકારનું અંતિમ પગલું કેમ ભર્યું એ હજી સમજાતું નથી. તેમના પડોશમાં જ તેમનાં બહેન રહે છે. છતા જાણી શુકાયું નથી કે કુલદિપસિંહ એ આવું પગલુ શા કારણે ભરી લીધુ.