AI બનાવી સમુદ્ર ના તળીયે દ્વારકા નગરી ! વિડીઓ જોઈ તમે પણ જય દ્વારકાધીશ બોલી ઉઠશો
આજના ડિજિટલ યુગમાં એઆઈની બોલબાલા છે, આપણે જાણીએ છે કે એઆઈથી કંઈ પણ શક્ય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો દ્વારા તમને જાણ થશે કે એઆઈ આજના યુગમાં કેટલું ઉપયોગી છે તેમજ આવનાર સમયમાં એઆઈ દ્વારા શું થઇ શકશે એ અંદાજ આવી જશે.
હાલમાં સોશિયલ મીડિયા પર દરિયામાં ડૂબેલ દ્વારકાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો જોઈએ તમને વિશ્વાસ નહિ આવે કે આ વિડીયો એ આઈ દ્વારા જનરેટ છે.. ખરેખર એઆઈ એ દરિયાની અંદર રહેલ દ્વારાનું સર્જન એવી રીતે કર્યું છે કે જાણે હકીકતમાં દરિયાની અંદર ડૂબેલ દ્વરકા નું અસ્તિત્વ પણ કદાચ આવું જ હોય શકે છે.
આ વિડીયો હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે તેમજ લોકો આ વિડીયોના વખાણ કરી રહ્યા છે. આ વિડીયો દ્વારા લોકોની ધાર્મિક તેમજ શ્રદ્ધાની લાગણી જોડાઈ ગઈ છે અને લોકો દિવ્યતા અનુભવી રહ્યા છે. આપણે જાણીએ છે કે મહાભારતના યુદ્ધ બાદ ગાંધારીના શ્રાપના કારણે યાદવનો અંત થયો અને શ્રી કૃષ્ણ એ પણ દ્વારકા છોડીને પ્રભાસ તરફ પ્રયાણ કર્યું અને શ્રી કૃષ્ણના વૈકુંઠ વાસ બાદ દ્વારકા પણ દરિયામાં સમાઈ ગઈ અને આજે પણ એ દ્વારકા દરિયાની અંદર સમાયેલ છે જેની અનુભૂતિ એ આઈએ સૌને કરાવી છે.