India

મધ્યમ વર્ગના લોકો માટે હવાઈ યાત્રા કરવા માટે સુવર્ણ તક માત્ર આટલી ટિકિટ માં કરી શકાશે હવાઈ યાત્રા…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી અનેક પ્રકારના કામો કરે છે. આવા કામો કરવા માટે તેને એક સ્થળેથી બીજા સ્થળે જવું પડે છે. પહેલા ના સમય માં લોકો પગ પાળા એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા. જે બાદ પ્રાણીઓ નો ઉપયોગ થતો હતો. જો કે આવા સમયે પરિવહન નો સમયગાળો ઘણો વધી જતો હતો તેવામાં જ્યારથી પૈડાની શોધ થઈ છે ત્યારથી લોકો ને પરિવહન માટે ઘણી સરળતા થઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજી સમય છે હાલના આ સમયમાં એવી ઘણી શોધ થઈ છે કેજે માનવ જીવન ને આરામ પહોચાડે છે. તેવામાં વિમાન ની શોધ એક છે.

મિત્રો જ્યારથી વિમાન ની શોધ થઈ છે ત્યારથી લોકો ને એક સ્થાનેથી બીજા સ્થાને જવા માટે સમય ઘણો ઘટી ગયો છે. તેવામાં હાલ લગભગ દરેક વ્યક્તિ ની ઇચ્છા જીવનમાં ઓછા માં ઓછિ એક વખત હવાઈ યાત્રા કરવાની હોઈ છે પરંતુ હવાઈ યાત્રા ઘણી મોંઘી છે જેના કારણે દરેક વ્યક્તિ ને હવાઈ યાત્રા પોસાઇ તેમ નથી.

તેવામાં મધ્યમ વર્ગ કે જે હવાઈ યાત્રા કરવા માંગે છે તેમના માટે શુભ સમાચાર છે. મિત્રો જણાવી દઈએ કે વિસ્તારા એરલાઇન્સ કે જે ટાટા સન્સ અને એસઆઇએ નું સંયુક્ત સાહસ છે. તેમણે આજથી આવનારા 48 કલાક માટે ખાસ ભાવો ની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે આ ખાસ ભાવો જાહેર કરવા પાછળ કારણ એ છેકે આ એરલાઇન્સ કંપની ના સાત વર્ષ પૂરા થયા ની ઉજવણી કરી રહી છે. ત્યારે તેમણે હવાઈ મુસાફરી માટે ખાસ ભાવો જાહેર કર્યા છે જેના કારણે સસ્તા દરે હવાઈ મુસાફરી શક્ય થશે.

જો વાત આ સ્કીમ અંતર્ગત નવા ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ યોજના હેઠળ 13,880 રૂપિયામાં દિલ્હીથી ઢાકાની મુસાફરી કરી શકાશે. આ ઉપરાંત આ યાત્રા દરમિયાન પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ માટે મુંબઈથી માલદીવનું ભાડું રૂપિયા 19,711 રાખવામાં આવ્યું છે. જ્યારે આ એરલાઇન્સ દ્વારા 47,981 રૂપિયા માં મુંબઈ થી સિંગાપુર નું બિઝનેસ ક્લાસ નુ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત અન્ય વિસ્તારો માટે જો ટિકિટ ભાડા અંગે વાત કરીએ તો જમ્મુ શ્રીનગર નું ભાડું રૂપિયા 977 નક્કી થયું છે જયારે બેંગ્લોર થિ હૈદરાબાદનું ભાડું 1781 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દિલ્હી થી પટના સુધિ નુ ભાડું 1,977 રૂપિયા જયારે બેંગ્લોર થી દિલ્હી સુધી નું ભાડું રૂપિયા 3,970 નક્કી થયું છે.

આ ઉપરાંત મુંબઈ થી રાજધાની દિલ્હી સુધી 2,112 રૂપિયા માં સફર થઈ શકશે જયારે દિલ્હી થી ગુવાહાટી માટે રૂપિયા 2,780 ખર્ચવા પડશે. જો તમે પણ આ યોજના અંતર્ગત હવાઈ યાત્રા કરવા માંગો છો તો કરો આવી રીતે ટિકિટ બુક આ માટે તમારે કંપની ની વેબસાઈટ www.airvistara.com, iOS ઉપરાંત મોબાઇલ ધારાક માટે એપ્સ દ્વારા ઉપરાંત ટિકિટ ઓફિસ અને કોલ સેન્ટર ઉપરાંત ઓનલાઈન ટ્રાવેલ એજન્સીઓ દ્વારા ટિકિટ ની બુકિંગ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!