એરપોર્ટ પર કસ્ટમ ઓફિસરે પકડી અધધધ..28 કરોડ રુપીઆ ની ઘડિયાળ ! એક ઘડિયાળ ની કિંમત તો 27 કરોડ… જુઓ તસવીરો
હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે, વાત જાણે એમ છે કે, એરપોર્ટ પર કસ્ટમ ઓફિસરે પકડી અધધધ..28 કરોડ સુધીની ઘડિયાડ બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,બે એરપોર્ટ પર ગુરુવારે 100 કરોડ રૂપિયાથી વધુનો ગેરકાયદે સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે વિગતવાર માહિતી મેળવીએ તો કસ્ટમ વિભાગે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પરથી દુબઈથી આવેલા દાણચોર પાસેથી 7 ઘડિયાળો રિકવર કરી હતી.
આ તમામ ઘડિયાળોની કિંમત રૂ. 28 કરોડ છે. આ તમામ ઘડિયાળ જેકબ એન્ડ કંપનીની છે, જેમાંથી હીરા જડેલ ઘડિયાળ ની કિંમત 27 કરોડ રૂપિયા છે. IGI એરપોર્ટના કસ્ટમ કમિશનર ઝુબેર રિયાઝ કામિલીએ જણાવ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી ઘડિયાળમાંથી એક રોલેક્સ કંપનીની છે.
એક બ્રેસલેટ અને આઈફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. મુસાફર આ સામાન પહોંચાડવા માટે દુબઈથી દિલ્હી પહોંચ્યો હતો. તેની પાસેથી સામાન સંબંધિત કોઈ દસ્તાવેજો મળ્યા નથી. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીનો દુબઈમાં મોંઘી ઘડિયાળનો શોરૂમ છે. UAEના ઘણા શહેરોમાં શોરૂમ બ્રાન્ચ પણ છે. કમિશનરના જણાવ્યા અનુસાર આરોપી એક હાઈ-પ્રોફાઈલ ગ્રાહકને ડિલિવરી પહોંચાડવા માટે દિલ્હી આવ્યો હતો. તેનો ગ્રાહક ગુજરાતનો રહેવાસી છે.
આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ગ્રાહકે તેને દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલમાં મળવા બોલાવ્યો હતો પરંતુ તે પહોંચ્યો નહોતો. આરોપીને જીવનું જોખમ છે જેથી તેણે ગ્રાહક વિશે વધુ માહિતી આપી નથી. કમિશનરના મતે આ દાણચોરી લગભગ 60 કિલો સોનાની સ્મગલિંગ સમાન છે.