Gujarat

દાણચોરી કરવાનો ગજબ નો કીમીયો ! ફ્લાઇટ મા કરોડો નુ સોનુ એવી રીતે લવાતું હતુ કે જોઈ ભલભલા ગોથું ખાઈ જાય…જુઓ

હાલમાં જ જેતપુર શહેરમાં દાણચોરી કરવાનો ગજબ નો કીમીયો સામે આવ્યો છે ! આ પહેલીવાર કોઈ ઘટના નથી પરંતુ દાણચોરી અને ગેરકાયદેસરની વસ્તુઓની હેરફેર માટે અનેક લોકો અવનવા કિમીયા અપનાવતા હોય છે. હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે. ફ્લાઇટમાં કરોડોનું સોનુ એવી રીતે લવાતું હતુ કે જોઈને ભલભલા ગોથું ખાઈ ગયા.

હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, જયપુરમાં સોનાની દાણચોરી સતત વધી રહી છે. ગલ્ફ દેશોમાંથી હજુ પણ રાજસ્થાનમાં સોનું સપ્લાય કરવામાં આવી રહ્યું છે. બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે સવારે જયપુર એરપોર્ટ પર બે ઓપરેશનમાં કસ્ટમ અધિકારીઓએ 2 કરોડ 9 લાખ રૂપિયાનું સોનું રિકવર કર્યું હતું. તેમાંથી લગભગ 1.95 કરોડનું સોનું સ્પીકરમાં લાવવામાં આવ્યું હતું.

કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે માહિતી મળી હતી કે દુબઈથી મોડી રાતની ફ્લાઈટમાં સોનું લાવવામાં આવી રહ્યું છે. આ અંગે રાત્રે 12 વાગ્યે દુબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આવેલા મુસાફરની પૂછપરછ કરવામાં આવી હતી. પ્રારંભિક પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેની પાસે કોઈ પણ પ્રકારનું સોનું નથી.

 

જ્યારે ઓફિસરોએ સ્પીકર ખોલ્યું તો આંખો ખુલ્લી જ રહી ગઈ. સ્પીકરમાં પ્લેટના આકારમાં 3 કિલો 495 ગ્રામ સોનું મૂકવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે સપ્લાયરને પૂછવામાં આવ્યું તો તેણે કોઈ માહિતી હોવાનો ઈન્કાર કર્યો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સોનાની કિંમત લગભગ 1 કરોડ 95 લાખ રૂપિયા છે.

બુધવારે મોડી રાત્રે થયેલી કાર્યવાહી બાદ કસ્ટમ અધિકારીઓને બીજી માહિતી મળી હતી. કહેવામાં આવ્યું હતું કે દુબઈની ફ્લાઈટમાંથી એક મુસાફર સોનું લાવી રહ્યો છે. ગુરુવારે સવારે 8 વાગ્યે ફ્લાઈટ આવી ત્યારે પેસેન્જરની પૂછપરછ કરવામાં આવી હતી. તેની નજીકથી એક ટોર્ચ મળી આવી હતી. તેમાં બિસ્કીટના આકારમાં 254 ગ્રામ સોનું હતું. જેની કિંમત 14 લાખ રૂપિયાની આસપાસ જણાવવામાં આવી રહી છે. આ મુસાફરે કસ્ટમ અધિકારીઓને કોઈ માહિતી આપવાનો પણ ઈન્કાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!