Gujarat

અજગર 10 વર્ષના બાળકનાં પગને ગળી લીધો,પણ બાળક એવું કર્યું કે…

કહેવાય છે ને રામ રાખે તેને કોણ ચાખે?  હાલમાં જ એક ઘટના બની જેના પગલે સૌ કોઈ ચોકી ગયા છે. આપણે સૌ જાણીએ છે કે, અનેક એવી ઘટના બનતી હોય છે. જેના પગલે તે ચર્ચાનો વિષય બને છે. હાલમાં જ એક અજગર બાળક ને ગડવા નો જ હતોપરતું તે બાળક સાથે એવી ઘટના બની કે, સૌ કોઈ ચોંકી ગયા હતાં.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને સૌ માતા પિતા માટે પ્રેરણાદાયક છે અને સાવચેત રહેવા માટે છે. હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જુનાગઢ જિલ્લાના માળિયા હાટિના તાલુકાના જલંધર ગામની સીમના પોતાના ખેતરમાં જિલ્લા પંચાયતના સભ્યનો દસ વર્ષીય પુત્ર ખેતરમાં રમતો હતો અને આ દરમિયાન જ એક અજગર તેનો પગ પકડી લીધો અને તેનો શિકાર કરવા માટે તૈયાર જ હતો. પરતું આ બાળકના ભાગ્ય એટલા સારા કે, આ બાળક પોતાની હિંમત ભેર સાથે જ અજગરના મોંઢામાં મુક્કો મારી ને પોતાનો પગ છોડાવ્યો.

ખરેખર આ બાળક ખૂબ જ નીડર કહેવાય કે, હિંમત ભેર સાથે બાળક ડર્યા વગર જ અજગર નો સામનો કર્યો અને પોતાનો જીવ બચાવ્યો. ખરેખર આ બાળક એ પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરીને અજગર સામે ભેટી પડ્યો.પરિવારનાં લોકો ને આ વાતની જાણ થતા જ બાળક ને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હશે કે, વનવિભાગને જાણ કરતા સ્થળ પર દોડી આવેલા વનકર્મીઓએ અજગરનું રેસ્ક્યુ કરી કેદ કરી લીધો હતો. સંપૂર્ણ માહિતી જાણીએ તો .માળિયા હાટીના તાલુકાના જલંધર ગામની સીમમાં રહેતા જિલ્લા પંચાયતના સભ્ય મધુબેન વરજાંગભાઇ કરમટાનો દસ વર્ષીય પુત્ર આશિષ પોતાના ખેતરમાં આવેલા ઘર પાસે ખેતરમાં રમી રહ્યો હતો.

એ સમયે અચાનક જ શિકારની શોધમાં 14 ફૂટનો અજગર ચડી આવી આશિષના પગમાં ચોટી જકડી લઈ શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો.આશિષને પગમાં ઇજા થતા સારવાર માટે નજીકના મેંદરડા ખાતે લઈ જવાયો હતો. જ્યાં તબીબના જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત બાળકને પગના ભાગે અજગરે 20 દાત બેસાડી દીધા હતા.ગીરનાં બાળકોની હિંમત પણ કાબિલેદાદ હોય છે. બાળકના પિતા માલધારી હોવાથી અવાર નવાર પોતાના પિતા સાથે રહી જંગલના પ્રાણીઓ વિશે વાતો સાંભળી હોવાથી કયા પ્રાણી સાથે કેવું વર્તન કરવું અને હુમલો કરે તો તેનો બચાવ કેવી રીતે કરવો તે વાત અગાઉ આશિષએ સાંભળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!