Gujarat

પોરબંદરમા ભર બજારે થયું ભંયકર આખલા યુધ્ધ! જો કોઈ વચ્ચે આવ્યુ હોત તો જીવતું ના બચેત…

આજકાલ રખડતા ઢોરોની તકલીફ ખૂબ જ વધી ગઈ છે. અને તેઓ ગમે ત્યાં ગમે તેની ઉપર ત્રાટકતા હોય છે. અને તેના કારણે જ મનુષ્યને તેનો ભોગ બનવું પડે છે. એમ તેવોજ એક કિસ્સો પોરબંદર શહેરના લીમડા ચોક બન્યો હતો. અને તે જગ્યાએ આખલાઓનું યુદ્ધ થયું હતું અને ત્યાં આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ ઉભો થઇ ગયો હતો.

આમ ત્યાં રહેતા આખલાઓ ઝઘડ્યા હતા અને તેના જ કારણે ત્યાંના વાહનચાલકો અને રાહદારીઓને ઈજા પહોંચવાનો ભય ઉભો થઇ ગયો હતો. આમ તો લીમડા ચોક નજીક બે આખલા વચ્ચે થયેલા આ યુદ્ધમાં તેમને ત્યાં રહેલી બાઈક તથા લારીને પણ અડફેટમાં લઇ લીધી હતી.

પોરબંદર શહેરમાં ઠેરઠેર રખડતા ઢોરોથી લોકો ખૂબ જ હેરાન પરેશાન થઇ ગયા છે. અને તેમના ત્રાસથી શહેરીજનો ની સાથે સાથે રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકો પણ તેમનાથી ખુબ જ તકલીફમાં મુકાઈ ગયા છે. આમ પોરબંદર શહેરના લીમડા ચોક નજીક આ આખલાઓ નું યુદ્ધ થયું હતું અને તેના જ કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. અને આખલાઓ ના યુદ્ધમાં એક બાઈક તથા એક લારી અડફેટમાં આવી ગઈ હતી, અને તેના લીધે વાહનચાલકો તથા ત્યાંના રાહદારીઓને ઈજા પહોંચી જશે તેવો ભય લાગ્યો હતો.

આમ તો જાણવા મળ્યું છે કે પોરબંદર શહેરમાં વારંવાર આખલાઓ નું યુદ્ધ થતું જોવા મળે છે. અને તેના આધારે જ તંત્ર દ્વારા આ છુટા મુકાયેલા પશુઓને યોગ્ય સ્થળે મૂકવા માટે ચોક્કસ આયોજન કરવામાં આવે તેવી લોકોએ માંગણી ઊભી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!