Gujarat

ક્રિકેટર અક્ષર પટેલ પોતાના જન્મદિવસને દિવસે કરી સગાઈ! યુવતી અભિનેત્રી નહીં પણ…

હાલમાં જ ક્રિકેટચાહકો માટે ખુશ ખબરી સામે આવી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક સેલિબ્રિટીઓ અને ક્રિકેટરતો સગાઈ અને લગ્ન દ્વારા પોતાના જીવનની શરૂઆત કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ જાણવા મળ્યું છે કે, ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ પોતાના જન્મદિવસને દિવસે જ સગાઈ કરી છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે આ યુવતી કોણ છે જેની સાથે અક્ષર પોતાના જીવનની શરૂઆત કરી છે.અક્ષર પટેલે 20 જાન્યુઆરીના રોજ પોતાના 28મા જન્મદિવસે પોતાની ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઇ કરી હતી. અક્ષરે સગાઈ ની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા ટીમ ઇન્ડિયા અભિનંદન પાઠવ્યા છે.

અક્ષર પટેલના ગુજરાત ટીમના સાથી ક્રિકેટર ચિંતન ગાજાએ સૌ પ્રથમ સોશિયલ મીડિયામાં આ ખુશખબર આપી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મારફતે ચિંતન ગાજાએ અક્ષર પટેલના પ્રપોઝના અનસીન ફોટોસ શેર કર્યાં હતા. ફોટોમાં જોઈ શકાય છે કે મેહાના પાર્ટનર અને જાણીતો ક્રિકેટર અક્ષર પટેલ પોતાનો પ્રેમનો એકરાર કરતાં એક ઘૂંટણિયે બેસી જાય છે અને આ અનોખી રીતે સૌ કોઈને ગમી ગઈ છે.ખરેખર આ ઘટના હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

અક્ષર પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આજે આ જિંદગીની એવ નવી શરૂઆત છે, આજથી હમેશા એક સાથે. તમને હંમેશા માટે પ્રેમ. અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે પોતાની ફિયાન્સીને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે.અક્ષર પટેલે ખૂબ યાદગાર રીતે પોતાની મંગેતરને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. સગાઇ માટે અક્ષર પટેલે પોતાના જન્મદિવસ પસંદ કર્યો હતો. તમને જાણીને નવાઈ લાગશે કે, વર્ષ 2021માં ઇગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કરનાર અક્ષર પટેલ માટે છેલ્લુ વર્ષ યાદગાર રહ્યુ હતુ. અક્ષર પટેલે પાંચ ટેસ્ટમાં 36 વિકેટ ઝડપી છે.

આ સગાઈની તસવીરોની સાથે જ અક્ષર પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આજે આ જિંદગીની એક નવી શરૂઆત છે, આજથી હમેશા એક સાથે. તમને હંમેશા માટે પ્રેમ. આ વાત ને કારણે અનેક લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે, જેમાં તેમના ચાહકો થી લઈને અનેક ક્રિકેટરો તેમજ અભિનેત્રી અને અભિનેતાઓ એ તેમને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. ખરેખર અક્ષરની થનાર પત્ની ખૂબ જ સુંદર છે અને તે કોઈ ફિલ્મી જગત સાથે જોડાયેલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!