આવી રીતે ઉજવણી કરવામા આવી અલ્પાબેન પટેલ ના જન્મ દિવસ ની ! જુઓ ખાસ તસવીરો …
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ગઈકાલે લોકપ્રિય કલાકાર અલ્પાબેન પટેલ નો જન્મદિવસ હતો. લગ્ન બાદ આ તેમનો પહેલો જન્મદિવસ હતો. ત્યારે તેમના પતિ ઉદય ગજેરા સાથે તેમને જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ ઉજવણી નો વિડીયો તેમણે સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે શેર કર્યો છે, આ વિડીયો જોઈને તમે આશ્ચર્ય પામશો કારણ કે આ વીડિયોમાં જે રીતે અલ્પાબેન એ પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે, એ જોઈને તમે ખુશ થઈ જશો.

અલ્પાબેન એ આ વીડિયોમાં તમામ યાદગાર પળો શેર કરી છે, પોતાના જન્મદિવસની દિવસની ઉજવણી કેવી રીતે કરી તે તમેં આ વીડિયો દ્વારા જોઈ શકો છો. ચાલો અમે આપને આ બ્લોગ દ્વારા અલ્પાબેન પટેલના જન્મદિવસ વિશેની ઉજવણી અંગે જણાવીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અલ્પાબેન પટેલ એ ગુજરાતના નહીં પરંતુ દેશ-વિદેશમાં નામના મેળવી છે.

અને આજે તેઓ પોતાનું સુખી દાંપત્ય જીવન પ્રસાર કરી રહ્યા છે અને સાથોસાથ સંગીત સાથે પણ જોડાયેલા છે. તેમના લગ્ન ઉદય ગજેરા સાથે થયેલા ત્યારે આજે તેમણે લગ્ન બાદ પોતાનો જન્મદિવસ પહેલીવાર સાસરિયામાં ઉજવ્યો.

અને ત્યારબાદ મા ખોડીયાર માતાજીના દર્શન કરવા માટે તેઓ મંદિરે પહોંચ્યા.તેમ જ તેમને પોતાના જન્મદિવસની ખાસ બનાવવા વૃક્ષારોપણ કર્યું અને ત્યારબાદ રાત્રે પોતાના ઘરે પરિવારજનો સાથે પોતાના જન્મદિવસની ઉજવણી કરી અને તેમને વીડિયોમાં શેર કર્યો.

