Entertainment

અલ્પા બેન પટેલ પોતાના જીવન ખાસ ક્ષણ ની તસવીરો શેર કરી જુવો ખાસ ફોટોસ…

અલ્પાબેન પટેલ પોતાના નવા જીવનની શરૂઆત કરતાની સાથે જ તેમના જીવનની યાદગાર તસ્વીરો શેર કરી છે, આ તસ્વીરો સાથે તેમણે પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, 17 તારીખના રોજ અલ્પા બેન પટેલ એ ઉદય ગજેરા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યાહતા.આ ખુશીઓ તેમને પોતાના ચાહક સાથે શેર કરી છે. ખરેખર અલ્પા બેનનાં લગ્નની તમામ ક્ષણો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અલ્પાબેન પટેલ નાનપણ થી પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરેલ છે અને જીવનમાં નાના મોટા ઉત્તર ચઢાવ જોયા અને આખરે જીવનમાં સફળતા મેળવી ને લોકપ્રિય કલાકાર બન્યા અને આજે હવે તેઓ પોતાના પરિવારને છોડીને એક નવા પરિવારનો સ્વીકાર કર્યો છે, ત્યારે પોતાના લગ્નનો તસ્વીરો શેર કરતા ની સાથે જ અલ્પા બેન પટેલ કેપશનમાં એવા શબ્દો લખ્યા છે તમને પણ ગમી જશે.બે યુવાન હૈયા એક થયા, બે પરિવારની કડી જોડાઈ…લગ્ન પ્રસંગની થોડી તસવીરો… સા વાતની સાથે તેમણે પોતાના લગ્નની શાનદાર તસ્વીરો શેર કરી છે.

આ જે લગનની તસ્વીરો આવી છે, તે જોઈને તમે પણ અલ્પા બેન અને ઉદય ગજેરાની જોડી જોઈને મોહી ગયા હશો. ખરેખર એક નવવધુના અવતારમાં અલ્પા બેન પટેલ ખૂબ જ સુંદર લાગે છે. અત્યાર સુધી અલ્પાબેન પટેલ અનેક લોકોના લગ્નમાં લગ્નના ગીતો ગાયા હશે ત્યારે આજે તેમની આંખોમાં વિદાયનાં આંસુઓ રેલાય ગયા હશે. ખરેખર તેમના લગ્ન ખૂબ જ સુંદર રીતે યોજાયેલ અને આ લગ્નમાં તેમના પરિવારજનો અને ગુજરાતી કલાકારો તેમજ સંગીતની દુનિયા સાથે જોડાયેલ તમામ ગાયક કલાકારોએ પણ હાજરી આપી છે.

લગ્ન પૂર્ણ થતાં જ અલ્પાબેન સ્ટૉરી મૂકીને દરેક સ્વજનોનો પોતાના શબ્દોમાં આભાર આપતા કહ્યું હતું.પ્રિય સ્નેહી..આપ બધા કુશળ-મંગલ આપના ઘરે પહોચી ગયા હશો, મુસાફરી અને લગ્ન નો થાક ઉતરી ગયો હશે, ફરી પાછા જીવનની રૂટીંગ લાઈફમાં પરોવાય ગયા હસો,આપ બધા ની સાથે વિતાવેલ આનંદ ની એક એક ઘડીને અમો કયાડા પરિવાર યાદ કરી એ છીએ અને કરતા રહેશું.

પ્રોગ્રામ ના આરંભથી અંત સુધી ની હાજરી થી અમો એક અલગ જ આનંદ અને ઉત્સાહ નો અહેસાસ મહેસુશ થતો હતો.ચિ. અલ્પા સંગ ચિ. ઉદય ના લગ્ન પ્રસંગ માટે આપનો કિંમતી સમય ફાળવી એ બદલ બધાનો હ્દયપૂર્વક આભારમાનુંછું.પ્રસંગ માં અમારા થી કોઈને વ્યક્તિગત વધારે સમય ના અપાયો હોય અથવા કોઈ સગવળતા માં ભૂલ રહી ગઈ હોય તો અમોને ક્ષમા કરશો..

લગ્નની થીમ ગુલાબી હતી! ડેકોરેશન તો તમે જોઈને જ મોહી જશો કે, આ લગ્નને કેટલા ભવયરીતે ઉજવામાં આવ્યા હતા.
આ પહેલા પણ તેમણે સગાઈ ખૂબ જ સાદગી રીતે કરેલ પરતું લગ્નને ખૂબ જ ભવ્ય અને જાજરમાન રીતે કરેલ છે. હવે ટૂંક સમયમાં અલ્પાબેન પટેલ અને ઉદય ગજેરા હનીમૂનમાં જશે તો તેમની તસ્વીરો પણ જોવા મળશે. ખરેખર આ અલ્પાબેન સાથે જોડાયેલી તમામ વાતો અમે આપની સાથે જણાવતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!