Entertainment

આ તારીખે અલ્પાબેન પટેલ ઓસ્ટ્રેલિયા ના મેલબોર્ન મા ધુમ મચાવશે ! પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકાર નો આટલો મોટો શો થશે…

ગુજરાતના લોકપ્રિય ગાયિકા એટલે અલ્પાબેન પટેલ. આપણે સૌ જાણીએ છે કે, જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવનમાં સફળતા મેળવી છે. માત્ર ગૂજરાતમાં જ નહિ પણ દેશ વિદેશોમાં પણ અલ્પાબેન પટેલ ગુજરાતી ગીતો અને ભજનોનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ અલ્પાબેન પટેલને વિદેશની ધરતીમાં ખૂબ જ અનેરો આવકાર મળ્યો છે. આવો આવકાર ભાગ્યે જ કોઈ ગુજરાતી કલાકારને મળ્યો હશે. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે અલ્પાબેન પટેલની ચારોતરફ વાહ વાહ શા માટે થઈ રહી છે અને ગુજરાત માટે આ ગૌરવવંતી ક્ષણ શા માટે છે?

ગુજરાતના દરેક લોકપ્રિય કલાકારો દેશ-વિદેશોમાં ડાયરા અને ઇવેન્ટમાં ગુજરાતી ગીતો અને ભજનોની રમઝટ બોંલાવતા હોય છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ઘરતી પર અલ્પાબેન પટેલ ઇતિહાસ રચવા જઇ રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે,ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્ન શહેરમાં અલ્પા પટેલની ગરબા નાઈટ યોજાવવાની છે, આ ગરબા નાઈટ એટલે ” ના ભૂતો ના ભવિષ્યતી ” ખરેખર પહેલીવાર કોઈ ગુજરાતી કલાકારની મેલબોર્નમાં આવી ભવ્ય ગરબા નાઈટ યોજવવા જઇ રહી છે.

અમે આપને જણાવીએ કે આખરે આ ગરબા નાઈટ એટલી ખાસ શા માટે છે? અલ્પાબેન પટેલ અને સાગરદાન ગઢવીની જુગલબંધી દ્વારા રંગરાસ -2022 ગરબા નાઇટનું આયોજન ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તા. 23 જુલાઈનાં રોજ આયોજિત કરવામાં આવેલી છે. આ ગરબા નાઈટનું પૂર્વ આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે, ભાગ્યે જ કોઈ કલાકારનાં ઇવેન્ટની વિદેશની ઘરતી પર પ્રમોશન કરવામા આવ્યું હોય. આ ઇવેન્ટ માટે જે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે, તેના વિશે અમે આપને જણાવીએ.

અલ્પાબેન પટેલ આ ઇવેન્ટ અંગે પોતાનું ઇન્ટરવ્યૂ પણ આપેલ છે, જેમાં આ ગરબા નાઈટ અંગે વધુ વિગતવાર વાત કરી છે, જે તમે ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ શકો છો. અમે આપને જણાવીએ કે અલ્પાબેન પટેલ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇતિહાસ કઈ રીતે રચ્યો છે. જે રીતે મેલબોર્નમાં રાસ રંગ ગરબા નાઇટની તૈયારીઓ કરવામા આવી છે, ત્યારે કહી શકાય કે પ્રથમ વખત કોઈ ગુજરાતી કલાકારનું આવી રીતે સન્માન થઇ રહ્યું છે.

તમને જાણીને આનંદ થશે કે, અલ્પાબેન પટેલની આ રાસ રંગ ગરબા નાઈટ ઓસ્ટ્રેલિયાની બિગેસ્ટ અને લોગેસ્ટ ઇવેન્ટ છે.મેલબોર્ન શહેરમાં દરેક જગ્યા એ અતિ આકર્ષક હોલ્ડિંગસ લાગ્યા છે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધીમાં આટલી સંખ્યામાં જાહેર હાઇવે પર કોઈ ગુજરાતી કલાકારોના હોર્ડિંગ નથી લાગ્યા, ત્યારે અલ્પાબેનની આ ઇવેન્ટ એટલી બીરદાવવામાં આવી છે. તેમજ અત્યાર સુધી કોઈ ગુજરાતી કલાકારની આટલી લાંબી ઇવેન્ટ નથી થઇ.

સામાન્ય રીતે પેક હોલમાં 200-500 લોકો હોય છે. પણ અહીં મેલબોર્નના તમામ આશરે 5000 ગુજરાતીઓ આવવાના છે. ખરેખર અલ્પા બેન પટેલની આ ઇવેન્ટ દરેક ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે કારણ કે, વિદેશની ધરતી પર ગુજરાતની પરંપરા અને ભજનો અને લોકગીતો ને ગુજતાં કરવા એ ખૂબ જ અનેરી વાત છે, આ અતિ ભવ્ય ઇવેન્ટ બદલ આપણે અલ્પાબેન પટેલને શુભેચ્છાઓ પાઠવીએ અને ભવિષ્યમાં પણ વિદેશોમાં આવી અતિ ભવ્ય ઇવેન્ટ કરે. આ ઈવેન્ટની અન્ય માહિતી અમે જલ્દી આપ સુધી પહોચાડીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!