અલ્પાબેન પટેલ પહોંચ્યા શતાબ્દી મહોત્સવ અને કીધુ કે ચારધામ યાત્રા જેવો અનુભવ છે….જુઓ તસવીરો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અમદાવાદ શહેર પ્રમુખ સ્વામીના ભક્તિના રંગે રંગાયું છે. દેશ વિદેશથી લાખો હરિ ભગતો હર્ષ અને ઉલ્લાસ સાથે પ્રમુખ સ્વામી નગરમાં આવી રહ્યા છે. આ નજારો જોઈને લાગે જાણે ધરતી પર સ્વર્ગ ઉતરી આવ્યું હોય. આ મહોત્સવમાં તમામ ગુજરાતીઓની સાથોસાથ ગુજરાતી ક્લાકારોએ પણ પોતાના પરીવાર સાથે શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી છે.
ગીતાબને રબારી, ભીખુદાન ગઢવી, જીગરદાન ગઢવી સહિત અન્ય કલાકારોએ મુલાકાત લીધી છે, ત્યારે હાલમાં જ અલ્પાબેન પટેલ પણ આ મહોત્સવની મુલાકાત લીધી છે.અલ્પાબેન પટેલે મહોત્સવ અંગે પોતાનો અનુભવ એવો કહ્યો કે ચારેતરફ તેની ચર્ચા થઈ રહી છે.
અલ્પાબેન પટેલ શતાબ્દી મહોત્સવની તસવીરો શેર કરતાની સાથે જણાવ્યું છે કે, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ની યાત્રા ચારધામની જાત્રા જેવી રહી.ખુબ સારા વિચારો હ્રદય સુધી પહોચ્યા છે એની ખુશી છે એથી વિશેષ મહંત સ્વામી બાપાના દર્શનનો લ્હાવો મળ્યો હરિભકતો એ ખુબ મહેનત કરી છે પોતાના તન મન ધનથી
સેવા કરી રહ્યા છે.બાળ નગરીની વાત જ અનોખી છે હું તમામ બાળકોના માતા-પિતાને ધન્યવાદ આપુ છું જેમણે બાળકોને અહીં સુધી પહોચાડ્યા છે. અભિનય એમના પોષાક જોઈને જ હું વિચારોમાં પડી ગઈ અદભુત ! અદભુત ! બાપાની વાંસ માથી બનાવેલી મૂર્તી જોઈએ તો એમ લાગે બાપા હમણા જ બોલશે.
ભજનથી ભોજન સુધીની વ્યવસ્થા અને સ્વછતા પણ એટલી. શબ્દોથી તો હું કહીશ તો બહું ઓછુ લાગશે પણ એટલુ કહીશ જીવન ધન્ય થઈ ગયું બાપાના પવિત્ર વિચારો આપણા જીવનમાં ઉતારીએ અને સારું જીવન જીવીએ અને આ ઉત્સવનો લ્હાવો આપ બધા અચૂકથી લેજો બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. સૌ હરીભક્તોને મારા જય શ્રીસ્વામીનારાયણ.
શું તમને પણ અજબ ગજબની ઘટનાઓ અને વાતો બીજા ને મોકલવી ગમે છે? જો હા…તો આવી વાસ્તવિક વાતો અને ઘટનાઓ “ગામનો ચોરો” એટલેકે અમને મોકલાવી આપો. જે ને અમે પહોંચાડીશું દેશ-વિદેશના લોકો સુધી.