અલ્પેશ કથીરીયા એ સુરત ના પૂર્વ કોર્પોરેટર કાવ્યા પટેલ સાથે સગાઈ કરી
પાટીદાર અનામત આંદોલન મા અનેક યુવા નેતાઓ સામે આવ્યા હતા જેમાથી મુખ્ય બે નામ હતા જેમા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા જેમા હાર્દિક પટેલ ના લગ્ન થય ગયા જયારે હવે અલ્પેશ નો પણ સગાઈ થઈ હતી. પાસ કન્વિનર અલ્પેશ કથીરીયા ની સગાઈ ભાજપનાં પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે થઈ હતી.
અલ્પેશ કથીરિયા ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર સાથે આજે સગાઇના બંધનથી બંધાયા હતા. ત્યારે લોકો મા કુતુહલ સર્જાયું હતુ કારણ કે ભાજપનાં પૂર્વ મહિલા નગરસેવક(કોર્પોરેટર) કાવ્યા પટેલ સાથે થઈ હતી. કાવ્યા પટેલ ની વાત કરવામા આવે તૉ કનકપુર કનસાડ નગરપાલિકામાં ઉપ-પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. અલ્પેશ કથીરીયા અને કાવ્યા પટેલ ફાઉન્ટેન હોટલમાં સગાઇના બંધનથી બંધાયા હતા.
અલ્પેશ કથીરીયા ની વાત કરવામા આવે તો પાટીદાર સમાજ નો એક યુવા ચેહરો અને યુવાનો મા તેના સમર્થકો વધુ છે જેનુ કારણ આ છે કે અલ્પેશ કથીરીયા સ્પષ્ટ અને બેબાક વિચારો વ્યક્ત કરવા માટે પણ જાણીતા છે. જયારે અલ્પેશ પર રાજદ્રોહ સહિતના અનેક ગુનામાં જેલવાસ પણ ભોગવી છે.
ભાજપ વિરોધી ચેહરો ગણાતા અલ્પેશ કથીરીયા એ ભાજપના બેનર તળે કોર્પોરેટર પણ રહી ચૂકેલા કાવ્યા પટેલ સાથે સગાઈ કરતા લોકો મા અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા.