Gujarat

અલ્પેશ ઠાકોરના દીકરાના ઘરે દીકરીનો જન્મ થયો, અલ્પેશ ઠાકોર કરી ભાવુક વાત…

હાલમાં જ એક ખૂબ જ સારી વાત ચર્ચામાં આવી છે,જેના લીધે સૌ કોઈ લોકો અલ્પેશ પટેલના દીકરાના વખાણ કરી રહ્યા છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, ઠાકોર સમાજના અગ્રણી યુવા નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના દીકરાએ જ્યારે એક પિતા વિહોણી ગરીબ દીકરી સાથે લગ્ન કર્યા હતા ત્યારે આ ખુશ ખબર ખૂબ જ વાયરલ થઈ હતી. ખરેખર આ ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો હતો જેને સૌ કોઈ વખાણ કર્યા હતા. ત્યારે અલ્પેશ ઠાકોરને ત્યાં ખુશીનો અવસર આવ્યો છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, 30 જાન્યુઆરીન 2020 રોજ વસંત પંચમીના દિવસે અલ્પેશ ઠાકોરના દિકરા ઉત્સવે નવી ઈનિંગની શરૂઆત કરી હતી. અલ્પેશ ઠાકોરે પોતાના પુત્ર ઉત્સવના લગ્ન પિતા વગરની દીકરી સાથે એકદમ સાદગીથી કર્યા હતા. ત્યારે ફરી એક વખત આ બંને દંપતીઓનાં જીવન ખુશીનો અવસર આવ્યો.

અલ્પેશ ઠાકોરએ પોતાના દીકરીના લગ્નની ખબર તસવીરો પોસ્ટ કરીને દીકરાના લગ્નની જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે તેના પુત્રના ગરીબ પરિવાની પિતા વગરની દીકરી સાથે કરી સમાજને નવો દાખલો બેસાડ્યો છે.ભાજપના નેતા અલ્પેશે પુત્રના લગ્ન એકદમ સદાઈથી કરીને સમાજને નવો રાહ ચિંધ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત અલ્પેશ ઠાકોર આજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને ખૂબ જ સારી એવી વાત કહી છે અને સારા સમાચાર આપ્યા છે.

અલ્પેશ ઠાકોર એ ફેસબુક પોસ્ટ કરી અને તેમને કહ્યું કે, દીકરી એટલે!બાપ નો શ્વાશ છે દીકરી .દીકરી વિશ્વાસ છે બાપ નો એટલે તો કહેવાય છે.દરેક દીકરીના નસીબમાં બાપ હોય છે.પણ દરેક બાપના નસીબમાં દીકરી નથી હોતી .મારા દીકરા ઉત્સવભાઈ આજે પિતા બની ગયા ભગવાન એમને ખુબ સુખી રાખે! ખરેખર આ ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. ઉત્સવને ત્યાં દીકરી જન્મના વધામણાં થી પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

નાની એવી દીકરી ખૂબ જ સુંદર અને ક્યુટ છે, જેને જોતા જ કોઈના પણ ચહેરા પર સ્મિત આવી જાય.ખરેખર આ દીકરી ઠાકોર પરીવારમાં ખુશીઓ લઈને આવી છે.તસવીરોમાં તમે દરેકના ચહેરા પર ખુશીઓ જોઈ શકો છો. ખરેખર આ સમાચાર થી સૌ કોઈ તેમને અને તેમના દીકરાને અભિનંદન પાઠવ્યા છે. અલ્પેશ ઠાકોરનું જીવન સેવામાં વીત્યું એમ દિકરા ખૂબ જ ઉમદા પગલું ભર્યું જે સમાજ માટે એક નવી પ્રેરણા બની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!