Gujarat

અંબાબાલ પટેલે કરી ઉનાળા ની આગાહી ! માર્ચ મહીના ના બીજા અઠવાડીયા મા ગરમી નો પારો….

હાલમાં ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે. ત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે કે, હાલમાં જ આંબાલાલ પટેલ એ ઉનાળા ને લઈને આગાહી કરી છે.ધીમે ધીમે શિયાળો વિદાય લઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક પ્રાંતમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બપોરના સમયે ગરમીના કારણે ધીમે ધીમે પંખા શરૂ થવા લાગ્યા છે.રાજ્યમાં મિશ્ર હવામાન વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે, માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી ગરમી શરૂ થશે.

પારો 35થી 40 ડિગ્રીને પાર કરી જશે. ગુરૂવારથી આવનારા 48 કલાકમાં બાદ ધીમે ધીમે ગરમમાં વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા તેમજ કમોસમી વરસાદ પડ્યો હોય એવી પણ ઘટના બની છે. તો હિમાચલ પ્રદેશ જેવા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.

માર્ચ મહિનાથી સખત ગરમી પડવાનું શરૂ થશે. રાજ્યમાં અત્યારે અમદાવાદ સહિત પાંચ શહેરનું તાપમાન 30 ડિગ્રીથી ઉપર નોંધાયું છે.જોકે, સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે. વાતાવરણમાં ભેજને કારણે કાચથી લઈને રસ્તા ભીના જોવા મળ્યા છે.જ્યારે અમદાવાદ, ખેડા, આણંદથી લઈને મહેસાણા સુધી વાતાવરણમાં ગરમાવો અનુભવાઈ રહ્યો છે. જોકે, આવનારા દિવસોમાં પવનની દિશા પલટાતા ગરમીનો અહેસાસ થશે. જોકે, ઠંડીથી આંશિક રાહત થતા લોકોને થોડા સમય માટે ગરમ કપડાંમાંથી મુક્ત મળી રહી છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આંબાલાલ પટેલ દ્રારા જ્યારે પણ આગાહી કરવામાં આવે છે, ત્યારે એ મુજબ જ વાતાવરણ રહે છે. ત્યારે હવે લોકોને ગરમી નો અનુભવ થશે. તેમજ હવે કેરીની સિઝન શરૂ થતાં સૌ સ્વાદપ્રેમીઓ પણ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હશે.હાલમાં જ અનેક શહેરોમાં ગરમી વર્તાય રહી છે, ત્યારે હવે ટૂંક જ સમયમાં સમર્ગ ગુજરાતમાં ગરમી વર્તાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!