Gujarat

અંલાલાલ પટેલે કરી વર્ષ 2023ની મોટી આગાહી ! ગુજરાત મા કડકડતી ઠંડી અને જણાવ્યુ કે ફેબ્રુઆરી મહીના મા…

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે હાલમાં જ
હવામાન નિષ્ણાત અંલાલાલ પટેલે વર્ષ 2023ની મોટી આગાહી કરી છે ! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ભારતમાં હિમ વર્ષાને પગલે ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. નલિયા 2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યુ હતું. 3 દિવસ નલિયામાં ચારથી સાત ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે.

ગુજરાતના 12 શહેરોમાં પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો. ગાંધીનગરમાં પણ કાતિલ ઠંડી પડતા 5.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. આવનારા દિવસોમાં એશિયાના ભાગો ઠંડાગાર બની જશે. જો ગુજરાતની વાત કરીએ તો, ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાંથી આવતા સીધા પવનોના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ઠંડી કહેર વર્તાવશે.

મહેસાણા પંથકના સિદ્ધપુર, વીસનગર, બહુચરાજી અને કડી, બનાસકાંઠા પંથકના સમી અને હારીજ તેમજ વિરમગામ અને સુરેન્દ્રનગરમાં ન્યૂનતમ તાપમાન ઘણું ઘટી જવાની શક્યતા રહેશે. આગામી 18-20  તારીખમાં ઠંડીમાં ઘટાડો થશે. પરંતુ ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષા થશે. જાન્યુઆરી માસના આખરી સપ્તાહમાં ફરીથી વાદળો ઘેરાય.

19 તારીખે ઠંડા પવનો ફુંકાય. મધ્ય ગુજરાતના ભાગોમાં મહાતમ તાપમાન 29 થી 31 ડીગ્રી સુધી જશે. રાજ્યના દરિયા કિનારાના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાકમાં ભાગોમાં મહત્તમ 25 ડીગ્રી તાપમાન રેહશે. 20 મી ફેબ્રુઆરીથી તાપમાન વધશે. રાત્રીના ભાગોમાં અનેક વિસ્તારોમાં ઠંડીનો એહસાસ થાય. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં હવામાન કથળે તેવા અણસાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!