Entertainment

અંબાણી પરીવાર ના ફંકશન મા અનેક સ્ટાર્સ અને પરીવારના સભ્યો પરંતુ આ ખાસ વ્યક્તિ ની હાજરી ના દેખાઈ

મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં થઈ. અનંત અને રાધિકાની સગાઈ જુની પરંપરા ગોળ ધાણા અને ચુનડી વિધિથી થઈ. આ ઉજવણી એટલી ભવ્ય હતી કે તેમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સે પણ જોવા મળ્યા હતા.ચારોતરફ માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઈ રહી છે.

જ્યારે સલમાન ખાને ભત્રીજી અલીઝેહ સાથે નજર આવ્યા હતા તો જ્હાન્વી કપૂર બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી હતી. ચાલો જાણીએ કે કયા કયા બૉલીવુડ સેલિબ્રિટીઓએ આ પ્રસંગમાં હાજરી પુરાવી હતી.

અંબાણી પરીવાર ના ફંકશન મા અનેક સ્ટાર્સ અને પરીવારના સભ્યો પરંતુ આ ખાસ વ્યક્તિ ની હાજરી ના દેખાઈ.  આમ પણ કહેવાય છે ને કે, લગ્ન પ્રસંગમાં કોઈ વ્યક્તિ રિસાઈ નહિ તો પ્રસંગ અધુરો કહેવાય.

આખું બૉલીવુડ અંબાણી પરિવારના ઘરે આવ્યું અને દરેક કલાકારો એવી રીતે લગ્નમાં આવ્યા કે સૌ કોઈને નિહાળીને તમારી આંખો અંજાઈ જાય. ઐશ્વર્યા રાય બચ્ચને તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે આવી હતી આ સાથે જ સારા અલી ખાને પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી.

સામાન્ય રીતે અક્ષય કુમાર કોઈ પાર્ટીનો હિસ્સો નથી બનતા પણ અંબાણી પરિવારના આ પ્રસંગમાં એમને હાજરી આપી હતી.આ સાથે જ જ્હાન્વી કપૂર એનએ ખુશી કપૂર પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે જ્હાન્વીએ બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે એન્ટ્રી કરી હતી.

ગૌરી ખાન, શાહરૂખ ખાન અને પુત્ર આર્યન ખાન સાથે અંબાણી પરિવારની ઉજવણીનો ભાગ બન્યા હતા. સાથે જ કેટરીના કૈફે પણ ત્યાં હાજરી આપતા જોવા મળી હતી.

લાંબા સમય બાદ કરણ જોહરને પણ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યો હતો. અનન્યા પાંડેએ પણ અંબીના પરિવારની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ સાથે જ મીઝાન જાફરી પણ ત્યાં જોવા મળ્યા હતા. સાથે જ ક્રિકેટર સચિન તેંડુલકર તેની પત્ની સાથે આ ઉજવણીનો ભાગ બન્યો હતો.

આમિર ખાનની એક્સ વાઈફ કિરણ રાવ પણ સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી. આ સાથે જ સિંગર શ્રેયા ઘોષાલ પણ આ પ્રસંગમાં ભાગ લેતા દેખાઈ હતી. નિર્દેશક અયાન મુખર્જી, નીતુ કપૂર અને વરુણ ધવન પત્ની નતાશા દલાલ સાથે અંબાણી પરિવારની આ

ઉજવણીનો ભાગ બન્યો હતો. સાથે જ અર્જુન કપૂર, અનન્યા પાંડે, દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ આ પ્રસંગ હાજરી આપતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!