Gujarat

મુકેશ અંબાણીએ ખરીદી 13.14 કરોડની કાર, વીઆઈપી નંબર 0001 લેવા ખર્ચ કર્યા આટલા લાખ….

અંબાણી પરિવારની વાત આવે એટલે સૌ કોઈને એ વાત વિશે જાણવું ખૂબ જ ગમે છે. દેશના ધનિક વ્યક્તિની એક નાની એવી હલચલ પણ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. ખરેખર આજના સમયમાં ભારતમાં મુકેશ અંબાણી નું પ્રભુત્વ ખૂબ જ પ્રભાવશાળી છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, રૂ.13.14 કરોડોની કાર ખરીદી છે અને નવાઈની વાત એ છે કે, કારના નંબર લેવા માટે તેમને અઢળક ખર્ચ કરેલ છે.

ખરેખર આ કોઇ સામાન્ય વાત નથી કારણ કે, દેશની સૌથી મોંઘી કાર લીધી છે, અલ્ટ્રા લક્ઝરી રોલ્સ રોયસ આ હેચબેક કારની કિંમત 13.14 કરોડ જાણવા મળી છે.  આરટીઓ તરફથી જણાવ્યાનુસાર તેમણે ભારતમાં સૌથી મોંઘી કાર ખરીદી છે.આ કારને દક્ષિણ મુંબઈના તારદેવ આરટીઓમાં કંપની તરફથી રજીસ્ટર કરવામાં આવી છે. 

રોલ્સ રોયસની કલિનન મોડલવાળી આ પેટ્રોલ કાર દેશમાં ખરીદાયેલી સૌથી મોંઘી ગાડીઓમાંની એક છે. અંબાણી પરિવારના ઉપયોગ માટે ખરીદેલી આ કારનો વીઆઈપી નંબર પણ લેવામાં આવ્યો છે. મુકેશ અંબાણીને કાર નો ખુબ જ શોખીન છે. તેમની પાસે 500 થી વધુ કિંમતી કારણો કાફલો છે. એન્ટીલિયાના એક ફ્લોરમાં તો માત્ર કારનું પાર્કીંગ આવેલું છે.

આ કારને વર્ષ 2018માં બજારમાં ઉતારવામાં આવી હતી. તે સમયે તેની કિંમત 6.95 કરોડ રૂપિયાથી શરૂ થતી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે આ લક્ઝરી કારના રજીસ્ટ્રેશન માટે રૂ. 20 લાખનો ટેક્સ ચૂકવ્યો છે. તેનું રજીસ્ટ્રેશન 30 જાન્યુઆરી 2037 સુધી માન્ય રહેશે. આ સિવાય રોડ સેફ્ટી ટેક્સ તરીકે 40,000 રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા છે. અંબાણીએ વીઆઈપી નંબર માટે 12 લાખ આપ્યા છે. આ કારનો નંબર “0001” છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!