Gujarat

ગુજરાત ના મંદિરો મા લાખો રુપીયા ની દાનની સર્વાણી વહી ! જાણો કયા મંદિરને કેટલું મળ્યું દાન?

આપણે જાણીએ છે કે, હિન્દૂ ધર્મમાં દાનનો મહિમા ખૂબ જ છે. ભગવાને તમને આપ્યું છે, આપણી પજ ફરજ બંને છે કે, જીવનના કલ્યાણ અર્થે અને માનવતા થકી એ સંપત્તિ ને પરમાર્થ અર્થે વાપરીએ. આમ પણ આપણી કમાણીમાં થી એક ભાગ ભગવાન માટે અથવા તો સારા કાર્ય માટે ખર્ચવો જોઈએ. હાલમાં જ ગુજરાતનાં અનેક મંદિરોમાં દાનનો ધોધ વહ્યો છે.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અંબાજી સહિત રાજ્યના મોટા મંદિરોમાં દાનની આવકમાં નોધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

શક્તિપીઠ અંબાજી મંદિરમાં સતત દાનની સર્વાણી વહી હતી અને ત્યાર બાદ ફરી એક વાર અંબાજી મંદિર ત્રીજી લહેરમાં પણ સંક્રમણ ન વધે તેના માટે દર્શનાર્થીઓ માટે બંધ રખાયું હતું.પહેલી ફેબ્રુઆરીથી સરકારની એસઓપી અને કોરોનાનું સંક્રમણને વધે તેવી મંદિર ટ્રસ્ટની ગાઈડ લાઈન પ્રમાણે દર્શનાર્થીઓ માટે અંબાજી મંદિર ફરી ખુલ્લુ મુકાયુ હતુ.યાત્રિકોના પ્રમાણમાં ઘટાડો થવા છતાં અંબાજી મંદિરને દાન ભેટની ભંડારામાં અધધ આવક જોવા મળી છે.

પહેલી ફેબ્રુઆરી બાદ અંબાજી મંદિરની ભંડારાની આવકની ગણતરી ત્રણ વખત કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ભંડારો 8 ફેબ્રુઆરી રૂપિયા 22,13 ,675,  17 ફેબ્રુઆરી એ ગણવામાં આવ્યો તેમાં રૂપિયા  50,97,230 જયારે આજે ૨૩ ફેબ્રુઆરી હાથ ધરાયેલી ભંડારાની ગણતરીમાં રૂપિયા 27,60,965ની ગણતરી થવા પામી છે.આમ અંબાજી મંદિરમાં સતત ભંડારની આવકમાં વધારો જોવા મળતા કોરોના કાળની મહામારીમાં દર્શનાર્થીઓની આસ્થામાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે.

જો રાજ્યના અન્ય મોટા મંદિરોની 22  દિવસમાં આવકના લેખ જોખા જોઈએ તો સોમનાથ મંદિરે  મહિને 60 લાખ, ડાકોરમાં 22 દિવસમાં 66 લાખ, ભદ્રકાળી મંદિર 2.5 લાખ, ઇસ્કોન મંદિર 1.5 લાખ,  વડતાલ મંદિર 52 લાખ,  સાળંગપુરના હનુમાનજી મંદિર 55 લાખ જયારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં 22  દિવસમાં  1,00,71,870ની આવક જોતા રાજ્ય ના તમામ મંદિર કરતા અંબાજી મંદિર આવકની દ્રષ્ટીએ કોરોના કાળમાં પણ અગ્રસેર રહ્યું છે. ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!