અંબાલાલ પટેલ કરી ધોધમાર આગાહી! આ તારીખથી આ વિસ્તારોમાં થશે વરસાદ….
હાલમાં ગુજરાત પર સંકટોનાં વાદળો છવાયા છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા13 સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ થશે.આમ પણ હવે લોકોને હવામાન વિભાગ કરતા પણ અંબાલાલ પટેલની આગાહી પર વધુ વિશ્વાસ હોય એવું લાગી રહ્યું છે. વાત જાણે એમ છે કે,હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.
.તેમના મત અનુસાર બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે. આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થશ. તેમના કહ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે.
મધ્ય ગુજરાતમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડશે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 6 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે. હાલમાં જ આજ રોજ તેમની આગાહી અનુસાર રાજ્યના 18 જિલ્લાઓમાં વરસાદની અસર થઈ છે.તા. 10મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી અને દમણમાં વરસાદ ખાબકી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 11મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.12મી સપ્ટેમ્બરે ડાંગ, નવસારી, વલસાડ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથમા વરસાદની આગાહી છે.લાંબા વિરામ બાદ ફરીથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગતરોજ મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ ખાબક્યો છે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.