અંબાલાલ પટેલે કરી ભારે મોટી આગાહી! કહ્યું કે, ગુજરાતમાં આ તારીખથી ભારે પવન અને ગાજ વીજ સાથે થશે વરસાદ….જાણો વિગતે
હાલમાં ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટો છવાયેલો વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે મોટી આગાહી કરી છે. આ વર્ષે ચોમાસાની એન્ટ્રી 4 દિવસ પહેલા થવાની હતી પરંતુ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પહોંચતા તે નબળું પડ્યું હતું.
અંબાલાલ પટેલે આગાહી કરી છે, તા. 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શરૂઆત થશે. ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જોવા મળશે. 24 થી 26 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળશે. તા. 30 જૂન મગ્ર ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં સર્વત્ર વરસાદ 24 થી 30 જૂનની વચ્ચે જોવા મળી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિત કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સિવાય પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં ઝરમર વરસાદનો માહોલ જોવા મળી શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.