અંબાલાલ પટેલે આ વર્ષના છેલ્લા આ અઠવાડિયાને લઈને કરી દીધી મોટી આગાહી કહ્યું કે, જાણો હવે ભર શિયાળે શું આફત આવશે…
વર્ષના અંતમાં જ અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી. એક તરફ શિયાળાની ઋતુમાં સૌ કોઈ ઠંડીનો આનંદ માણવા માગે છે, ત્યાં જ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં માવઠું કચ્છ.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જશે.
અ રબ સાગરમાં બની રહેલી સીસ્ટમના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે. 29 ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઉભુ થશે જેથી કમોસમી વરસાદ થશે.હવામાન અગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 6 જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે.
સૌથી ખાસ વાત એ છે કે નવા વર્ષમાં જ ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. 29 ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે. ગુજરાતનાં ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સમાચાર ખેડૂતો માટે ચિંતા જનક છે.
‘