અંબાલાલ પટેલ એ કરી મોટી આગાહી ! કહ્યુ કે વાતાવરણ મા ધુળ અને તોફાન…
હાલમાં જ ગુજરાતના હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. આવતીકાલે, એટલે કે 20મી એપ્રિલના રોજ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરીઓ ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 270ને પાર કરી શકે છે.
મધ્ય ગુજરાતમાં પણ આનંદ, કપડવંજ, તારાપુર, પેટલાદ જેવા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડશે. આ ઉપરાંત, રાધનપુર, પાટણના કેટલાક ભાગો, વિરમગામ વિસ્તાર, કડી અને બેચરાજી, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, ધંધુકા અને લખતર જેવા વિસ્તારોમાં 20મી એપ્રિલના બપોર પછી ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે.
આ વખતે ગરમીમાં વધઘટ થવાની શક્યતા છે. 22મી એપ્રિલ પછી ગરમીમાં વધારો થવાની સંભાવના છે. 26મી એપ્રિલ પછી પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધશે. આ દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં પારો 45 ડિગ્રીથી ઉપર જઈ શકે છે.
આ વર્ષે, મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે. જ્યાં સુધી કમોસમી વરસાદ ન પડે ત્યાં સુધી ધૂળની ડમરીઓ ઓછી થશે નહીં.રાજ્યના કેટલાક ભાગોમાં 25 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ વખતે પવનની ઝડપ વધારે રહેવાની શક્યતા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.