અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! ગુજરાતમાં આ તારિખે વાવાઝોડાનું ભારે સંકટ સાથે વરસાદ…..જાણો વિગતે
હાલમાં જ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસો માટે માવઠા અને વાવાઝોડા સહિતના હવામાન પલટાની આગાહી કરી છે. આગાહી પરમાનાએ 21 મેથી 31 મે સુધી રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે, જે ગરમીથી રાહત આપશે પણ સાથોસાથ કેટલાક પડકારો પણ લાવશે.
અંબાલાલ પટેલ અનુસાર, 21 મે સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, રાજ્યમાં આંધી-વંટોળની પણ આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો અને સામાન્ય જનજીવન માટે ચિંતાનો વિષય બની શકે છે.
અંબાલાલ પટેલની આગાહીનું સૌથી મહત્વનું પાસું 24 થી 28 મે વચ્ચે અરબી સમુદ્રમાં સંભવિત વાવાઝોડું છે. આ સમયગાળા દરમિયાન મુંબઈ અને ગોવા વચ્ચે સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ભારે વરસાદની શક્યતા છે. તેમણે જણાવ્યું કે 24 મેથી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં પ્રવેશશે.
જે વાવાઝોડાના નિર્માણ માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જી શકે છે. આ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહેશે