અંબાલાલ પટેલે કરી દીધી વધુ એક મોટી આગાહી!! ફેબ્રુઆરી માસના અંતમાં ભારે પવન સાથે…. જાણો શું આગાહી કરી??
ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે, આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે. ખરેખર આ આગાહી ખૂબ જ ચોંકાવનારી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ઠંડી વિદાય લેવાનો તૈયારી છે, ત્યારે અંબાલાલ પટેલે કરી દીધી ચોંકાવનારી આગાહી, સૌથી ખાસ વાત કે ખેડૂતોને સાવચેતી આપી છે.
હવામાન વિભાગ ના નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તા.18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. પવન એવો હશે કે ધૂળનો અનુભવ થશે. ગરમીનો અહેસાસ પણ થશે. તા. 16 ફેબ્રુઆરીથી તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે. ત્યારબાદ 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધુ વધારો થશે.
ફેબ્રુઆરીના અંત સુધીમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે. માર્ચ મહિનામાં ગુજરાતનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચશે અને 20 એપ્રિલ પછી તે 44 ડિગ્રીને આંબી જશે અને આકરી ગરમી પડશે. તેમણે કહ્યું કે, 20 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઉનાળુ પાક માટે સારું અને સાનુકૂળ વાતાવરણ રહેશે, જેના કારણે ખેડૂતો સારો પાક લઈ શકશે. 20મી ફેબ્રુઆરીથી 15મી માર્ચ સુધીનો સમય ઉનાળુ પાક માટે સારો માનવામાં આવે છે.
ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં પવનની ઝડપ વધુ હશે, જેના કારણે કેરીના ફૂલો ખરી જશે, એટલે કે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોએ અગાઉથી સાવધાન રહેવું પડશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.