Gujarat

ડબલ ઋતુના અનુભવ વચ્ચે શું પાછા જેકેટ-છાલ કાઢવી પડશે?? અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી, આ તારીખથી ઠંડીનો કડકો…

હાલમાં શિયાળાએ વિદાય લેવાનો સમય થયો છે, ત્યારે બે દિવસથી ઠંડીનું પ્રમાણ પણ ખુબ જ વધ્યું છે. અંબા લાલ પટેલે ફરી એકવાર ચોંકાવનારી આગાહી કરી છે. ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, આ આગાહી અનુસાર ફરી એકવાર ઠંડીનું જોર વધશે જેથી ફરી એકવાર શિયાળાના અંતમાં પણ આકરી ઠંડી સહન કરવાનો વારો આવશે. ચાલો અમે આપને જણાવીએ કે ઠંડીનું જોર ક્યાં દિવસથી વધશે અને અંબાલાલ પેટલે બીજી અન્ય શું આગાહી કરી છે.

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે શિયાળાની વિદાય વેળાએ પણ બધાને ફરી એકવાર આકરી અને થીજવી દે તેવી ઠંડી વેઠવી પડશે. અંબાલાલ પટેલની આગહી પ્રમાણે જાણવા મળ્યું છે કે, તા 25 અને 26 ફેબ્રુઆરીએ સવારે અને સાંજે ઠંડી પડશેઆગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છુટ છવાયી અસર જોવા મળશે.

સૌથી ખાસ વાત એ છે કે, બનાસકાંઠામાં ન્યૂન્તમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહી શકે છે. મધ્ય ગુજરાતમાં 10 ડિગ્રી રહેશે. વહેલી સવારે તાપમાન 11થી 15 ડિગ્રી જેટલું રહેશે અને પવનની ગતિ પણ વધારે રહેશે 29 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. આગામી સમયમાં 3થી 5 માર્ચના સમયગાળામાં મુંબઇમાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં 5થી 7 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતા જણાવ્યું છે કે, તા. 7 અને 8 માર્ચે વાતાવરણમાં પલટો આવશે, આ કારણે દિવસે ગરમીનો અનુભવ થશે અને રાત્રે ઠંડા પવનો લાંબા સમય સુધી રહેશે. 11થી 12 માર્ચે પણ પવન ફુંકાવવાની શક્યતા છે. 17 અને 19 માર્ચે વાદળછાયું વાતારવણ રહેશે.આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાલાલ પટેલે કરેલી આગાહીઓ મહદંશે સાચી જ પડે છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!