ચોમાસા ને લઈ ને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી મહત્વ ની આગાહી ! જાણો કઈ તારીખે થશે વારસાદનુ આગમન
હાલ ગુજરાત અને દેશ મા કાળઝાળ ગરમી નુ પ્રમાણ સતત વધી રહ્યુ છે ખાસ કરી ને અમદાવાદ મા આ વખતે ગરમી નુ તાપમાન ઘણુ ઉચ્ચ પહોંચી ગયુ હતુ ત્યારે લોકો હવે ચોમાસા ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બન્ને એ ચોમાસા ને લઈ ને ખાસ આગાહી કરી છે. તો આવો જાણીએ શુ આગાહી કરવામા આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા ની આગાહી કરતા જણાવ્યુ હતુ કે રોહીણી નક્ષત્ર મા વરસાદ નુ આગમન થય શકે છે. અંબાલાલ પટેલ ના મત અનુસાર આગામી 24 મે થી લઈ 4 જુન સુધી હવામાન મા હળવુ દબાણ સર્જાશે અને જેને કારણે રાજ્ય ના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દેશ મા આંધી વંટોળ પણ આવી શકે છે.
વધુ મા અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર 15 જુન પહેલા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત મા હળવો વરસાદ થય શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરીયા કીનારા વિસ્તાર મા ચક્રવાત આવવાની સંભાવના રહેલી છે. રાજ્ય મા 24 મે થી 4 જુન સુધી પ્રી મોન્સૂન એક્ટીવીટી થશે જ્યારે 24 મે રોજ રાજ્ય ના અમુક વિસ્તારો મા ગાજવીજ સાથે વારસાદ થય શકે છે.
જ્યારે હવામાન વિભાગે પણ ચોમાસા અંગે મહત્વ ની આગાહી કરી હતી. હવામાન ખાતા ના જણાવ્યા અનુસાર આ વખતે કેરળ મા ચોમાસું નીયત સમય કરતા 5 દીવસ અગાવ આગમન થવાની શક્યતા છે. તારીખ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે તેવી પ્રબળ શકયતા રહેલી છે. જ્યારે રાજ્ય મા ચોમાસા ની વાત કરીએ તો 15 જુન સુધી મા ચોમાસુ રાજ્ય મા પહોંચી શકે છે. જો વર્ષ 2021 ની વાત કરવામા આવે તો આંદમાન-નિકોબારમાં 21 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું. આ વર્ષે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 16 મેના રોજ થયું છે.