Gujarat

ખેડૂતો માટે ખુશ ખબર ! આ વખતે ના ચોમાસા ને લઈ ને અંબાબાલ પટેલે એવી આગાહી કરી કે જાણી ને ચોકી જશો

રાજ્ય મા એપ્રિલ મહીના મા જ ભીષણ ગરમી જોવા મળી રહી છે અને હજુ તો મે મહિનો તો બાકી જ છે ત્યારે ચોમાસુ કેવુ રહેશે તે અંગે અગાવ જ હાવામાન વિભાગે આગાહી કરી દીધી જે જ્યારે હવે ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ એક મહત્વપુર્ણ આગાહી કરી છે જેમા અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે આ વખતે ચોમાસુ વેલા થવાની શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે આ વખતે ચોમાસુ વહેલુ રહેશે જેમા 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ પણ સારો રહેશે તેવું અંબાલાલ પટેલ જણાવ્યુ હતુ. આ ઉપરાંત વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે, ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતા પણ તેમણે સેવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સમો સૂતરો રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

આ અગાવ પણ હોલિકા ની જ્વાળા અને પવન ની દીશા ના આધારે ગરમી અને ચોમાસા ની આગાહી કરી હતી જેમા ચોમાસા ની શરૂઆત મા આંધીઓ નુ પ્રમાણ રહેશે અને વર્ષ દરમ્યાન સમુદ્રમાં ભારે ચક્રવાતો સર્જાય તેવી શક્યતા છે. તો બીજી તરફ આ વખતે ઉનાળો કાળઝાળ રહે તેવા એંધાણ છે તેવું જણાવ્યુ હતુ. આ ઉપરાંત જણાવ્યુ હતુ કે 20 એપ્રિલ  બાદ ગરમીનું પ્રમાણ ખુબ વધી જશે, 26 એપ્રિલ બાદ ગરમીનો પારો 46 -47 ડિગ્રી સુધી પહોંચશે વધારે ગરમીના કારણે વરસાદ પણ ભારે આવશે અને સાથે આંધી અને તોફાનો પણ લાવશે.

અત્રે ઉલ્લેખનીય છે ચોમાસા અંગે IMDના જણાવ્યા અનુસાર, “નૈઋત્ય દિશા તરફથી આવતું ચોમાસુ (જૂનથી સપ્ટેમ્બર દરમિયાન) સામાન્ય (LPAના 96થી 104 ટકા) રહેશે.” પેસિફિક પ્રદેશમાં લા નીના (La Nina)ની સ્થિતિ પ્રવર્તી રહી છે. ચોમાસા દરમિયાન લા નીનાની સ્થિતિ ચાલુ રહે તેવી સંભાવના છે. લા નીનાનો અર્થ થાય છે કે, ભારતમાં વધુ ઠંડી અને વરસાદની સંભાવના છે. મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!