Gujarat

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ચોકાવનારી આગાહી કરી ! આગામી દિવસો મા વાતારણ એવુ….

હાલમાં ગુજરાતનાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે હાલમાં જ આંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે, ત્યારે તમને જાણીને આશ્ચગ થશે કારણ કે આ આગાહી તમારી ચિંતામાં વધારો કરી શકે છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે પણ આંબાલાલ પટેલ જાહેડાટ કરે છે, ત્યારે તેમની આગાહી ક્યારેય ખોટી નથી પડતી! હાલમાં થોડા સમયમાંમાં માવઠાની આગાહી કરી હતી અને આ વાત સત્ય પણ બની કારણ કે અનેક શહેરોમાં વરસાદ થયો હતો.

ત્યારે ફરી એક વખત આગાહી કરવા ના કારણે સૌ કોઈ ચિંતમાં મુકાઇ ગયા છે, ત્યારે આ આગાહી વિશે વધુ જાણીએ.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સાંભળીને તો તમે ચોકી જશો. જી હા રાજ્યમાં આવતી કાલથી ગાત્રો થીજાવી દે તેવી ઠંડી પડશે તેમ હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું.  આ અગાઉ તેમણે જાહેર કરી હતી કે માવઠું પડશે અને આખરે માવઠું પડ્યું પણ ખરું! ખરેખર આબાલાલ પટેલની ક્યારેય પણ આગાહી ખોટી નથી પડતી.

 હવે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હવે ઠંડી વધારે પ્રમાણમાં જોવા મળી શકે છે. જેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તો  ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી સંભાવના છે. જ્યારે  રાજ્યના અન્ય ભાગમાં લધુત્તમ તાપમાન  12 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે. ત્યારબાદ પવનની દિશા બદલાશે અને 9 જાન્યુઆરીથી વાતાવરણ સૂકુ થશે અને પછી કાતિલ ઠંડી પડશે. 9 જાન્યુઆરી બાદ લઘુતમ તાપમાન 3થી 5 ડિગ્રી ની આગાહી છે. જેના કારણે કાતિલ ઠંડી પડવાની શક્યતા છે.

રાજ્યમાં હજી બે દિવસ સુધી  સૌરાષ્ટ્ર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ,મોડાસા અને મહેસાણા સહિત જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે. રાજ્યમાં લઘુતમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ઘટતા ઠંડીનું પ્રમાણ વધશે. ખરેખર આ આગાહી નાં કારણે સૌ કોઈ ચિંતિત થયા છે, ત્યારે શિયાળુ પાક માટે આ આગાહી સારી છે પણ વધારે પડતી ઠંડી પડવાને કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!