અંબાલાલ પટેલે ભુક્કા બોલાવી દે તેવી વરસાદને લઈને કરી આગાહી! કહ્યું અતિ ભારે વરસાદ સાથે પૂરની સ્થિતિ સર્જાશે, જાણો કયા ને ક્યારે???
ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીસામે આવી છે. ગુજરાતમાં ચોમાસુ આવી ચુક્યું છે અને રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ શરૂ થઇ ગયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોની આગાહી કરી છે, ચાલો અમે આપને જણાવીએ કે આખરે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે?
હવામાન વિભાગે પણ વરસાદને લઈને આગાહી કરી છે,
હાલમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેના કારણે આજે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે ગાજવીજ અને કરા પણ વરસી શકે છે.
દરિયાકાંઠાના વિસ્તારમાં 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે. જેને કારણે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દરિયાકાંઠાના વિસ્તારમાં ફિશરમેન વોર્નિંગ જાહેર કર્યું છે.માછીમારોને દરિયાકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે.
અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ભારે આગાહી કરી છે, તેમની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આગમી તા 30 જૂન અને 1 જુલાઈના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્ર, ખાસ કરીને જામનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તેમજ મધ્ય ગુજરાતમાં પણ 30 જૂન અને 1 જુલાઈના રોજ અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે.
અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતમા આગાહી કરતા જણાવેલું છે કે, તા 2થી 5 જુલાઈ દરમિયાન મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે તેમજ 5થી 12 જુલાઈ દરમિયાન ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે.રાજ્યના લોકોને ભારે વરસાદને કારણે થઈ શકતી ઘટનાઓ સામે સાવચેત રહેવાની અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.