અંબાલાલ પટેલે ફરી ચોકાવનારી આગાહી કરી ! વરસાદ સાથે વાવાઝોડા…
આ વર્ષ નુ ચોમાસું ઘણુ અલગ રહ્યુ છે શરુવાતા મા વરસાદ ઘણો ખેંચાયો હતો અને બાદ મા ભાદરવા મહીના મા અને ચોમાસા ના અંત મા ભારે વરસાદ રહેતા ઘણા જળાશયો ના સ્તર ઉચા આવ્યા હતા ખાસ કરી છેલ્લા દીવસો મા ગુજરાત ના રાજકોટ,જામનગર અને જુનાગઢ મા સારો વરસાદ થયો હતો જયારે હાલ ચોમાસા એ ગુજરાત માથી સત્તાવાર રીતે વિદાય લીધી છે
પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એક ચોંકાવનારી આગાહી કરી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે vtv ના માધ્યમ થી જણાવ્યું હતુ કે પવનવાહક નક્ષત્રના યોગોને લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે. અને શિયાળા મા કમોસમી વરસાદ અને વાવાઝોડા ની શક્યતા રહેલી છે તેવુ પણ અંબાલાલ પટેલે જણાવ્યું હતુ.
અંબાલાલ પટેલે ના જણાવ્યા અનુસાર બંગાળ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શકયતા છે.જેની અસર નવેમ્બર અને ડિસેમ્બરમાં ખાસ જોવા મળી શકે છે. તો રાજ્યમાં આવતીકાલે અને આજે કમોમસમી વરસાદની પણ સંભાવના તેમણે વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય કે દેશ ના અન્ય રાજ્યો મા હજી વરસાદ ચાલુ છે ખાસ કરીને કેરળ મા છેલ્લા કેટલાક દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જન જીવન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યુ છે આ ઉપરાંત હિમાચલ પ્રદેશ મા પણ વાતાવરણ બદલાયુ છે અને પવન ફુકાઈ અને બરફ વર્ષા થાય તો અન્ય રાજયોમાં પણ તમેની અસર જોવા મળશે