અંબાલાલ પટેલે જણાવ્યું કે કઈ તારીખ થી ઠંડી નુ જોર ઘટશે ! સાથે કહ્યુ કે તારીખ 29 થી…
હાલમાં વાતાવરણ ખૂબ જ ઠંડુ બની ગયું છે. ડિસેમ્બર મહિના પછી ઠંડીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ મુજબ મુખ્યત્વે 8 થી 9 ડીગ્રી વચ્ચે વધારે તાપમાન રહ્યું છે. હાલમાં થોડા દિવસ પહેલા જ આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતનાં અનેક શહેરોમાં ઠંડી નું પ્રમાણ વધશે અને માવઠું થવાની શકયતા છે. ત્યારે ફરી એકવાર આંબાલાલ પટેલ ઠંડીને લઈને મહત્વની જાહેરાત કરી છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આગી કડકડતી ઠંડીમાંથી રાહત ક્યારે મળશે અને ક્યાં ક્યાં શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળશે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન પસાર થયા બાદ ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યમાં ઉત્તરીય પવન ફૂંકાય રહ્યા છે. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા લઘુતમ તાપમાન વધ્યું છે. આગામી 3 દિવસ સુધી ઠંડી વેવ રહેશે. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન ગગળતા ઠંડીનું જોર વધ્યું છે. કોરોના અને કડકડતી ઠંડીના કારણે લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે. આગામી 3 દિવસ બાદ ઠંડીમાંથી રાહત મળવાનું હવામાન નિષ્ણાત અનુમાન છે.
અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, મોરબી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ અને કચ્છમાં શીત લહેર ફરી વળશે. આગામી 3 દિવસ ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશેહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે, કે 29 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહશે અને 29 જાન્યુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે.
ખરેખર હાલમાં ઠંડીમાં સતત વધારો થવાને કારણે લોકો બીમાર પડી રહ્યા છે તેમજ અનેક પ્રકારની મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે. હાલમાં આજના દિવસે થી દિવસે પણ વાતાવરણ ઠંડુ રહે છે અને ત્યારે ખરેખર હવે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ઘટવાથી લોકોને રાહત મળશે પરતું ત્યારબાદ વાતાવરણમાં પલટો આવવાથી કેવી પરિસ્થિતિ સર્જાય છે, તે જોવાનું રહ્યું કારણ કે હાલમાં તો ગુજરાત ના અનેક શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધારે છે, ત્યારે ત્રણ દિવસ સુધી સતત ઠંડીમાં વધારો થશે.