India

અંબાણી પરિવાર મા પારણું બંધાયું ! એક સાથે જોડિયા બાળકોની કિલકારી ગુંજી..જાણો કો..

હાલમાં અંબાણી પરિવારમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો છે.તમને જાણીને નવાઈ લાગશે કે અંબાણી પરિવારમાં એક નહીં પરંતુ એકી સાથે બે બે નાના મહેમાનો પધાર્યા છે. હા આ વાત સાચી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ઈશા અંબાણીએ ગઈ કાલે ટ્વિન્સને જન્મ આપ્યો છે. ઈશા અને આનંદ પિરામલએ દીકરીનું નામ આદિયા અને દીકરાનું નામ કૃષ્ણા રાખ્યું છે.

આ સમાચાર અંગે જાણવા મળ્યું છે કે, અંબાણી પરિવારે જણાવ્યું કે, અમને આનંદ થાય છે કે ઈશ્વરના આશીર્વાદથી અમારાં બાળકો ઈશા અને આનંદને ત્યાં 19 નવેમ્બર, 2022ના રોજ ટ્વિન્સનો જન્મ થયો છે.’ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી અને એમના પત્ની નીતા નાના-નાની બની ગયાં છે.

બાળકોની કિલકારીથી સમગ્ર અંબાણી અને પીરામલ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. જણાવી દઈએ કે થોડા મહિના પહેલા મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના રિટેલ બિઝનેસની જવાબદારી દીકરી ઈશા અંબાણીને સોંપી હતી. જણાવી દઈએ કે  મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBAનો અભ્યાસ કર્યો છે.

ઈશા અંબાણીએ 12 ડિસેમ્બર 2018ના રોજ હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પિરામલના માલિક અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે થયાં હતાં. તેમનાં લગ્ન દેશના સૌથી મોંઘાં લગ્નોમાંના એક હતાં. તેમાં બોલિવૂડ અને દેશની મોટાભાગની સેલિબ્રિટીએ હાજરી આપી હતી.

મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીને હાલમાં જ રિલાયન્સ રિટેલ વેન્ચર્સના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. મુકેશ અંબાણીનાં ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBAનો અભ્યાસ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!