Gujarat

અંબાણી પરિવારે કિર્તીદાન ગઢવીને રિટર્ન ગીફ્ટમાં આપી આ ખાસ વસ્તુ ભેટમાં, જુઓ કિર્તીદાન ગઢવીએ શેર કર્યો વિડીયો…

અંબાણી પરિવારની મહેમાનગતિ ખૂબ જ વખણાય છે. હાલમાં જ જ્યારે જામનગર ખાતે અનંત અને રાધિકાનું ભવ્ય પ્રિ વેડિંગ સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું, ત્યારે આ પ્રસંગે તમામ આમંત્રિત મહેમાનોને વનતારા થીમ પર સ્પેશિયલ ગિફ્ટ આપવામાં આવી હતી. આ ગિફ્ટમાં એક સ્પેશિયલ વનતારા થીમ પર એક બેગ આપવામાં આવી હતી, આ બેગમાં કેલેન્ડર, એનિમલ પેઇન્ટિંગ અને ચોકલેટ્સ તેમજ પેન ગિફ્ટ કરવામાં આવી હતી.

ફરી એકવાર અંબાણી પરિવારની રિટર્ન ગિફ્ટ ચર્ચામાં આવી છે. હાલમાંજ ચોરવાડ ખાતે યોજાયેલ લોક ડાયરામાં અલ્પાબેન પટેલ, બ્રીજદાન ગઢવી સહિત કિર્તીદાન ગઢવી ખાસ હાજર રહ્યા હતા. આમંત્રિત તમામ કલાકારોને અંબાણી પરિવારે એક સ્પેશિયલ ગિફ્ટ આપી હતી. આ ગિફ્ટમાં શું છે? આ જાણવાની તમને સઘળી ઈચ્છા થતી હશે બરોબરને?

ચાલો અમે આપને જણાવીએ કે અંબાણી પરિવારે કલાકારોને શું ભેટમાં આપ્યું છે? ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર અંબાણી પરિવાર દ્વારા મળેલ ગિફ્ટ પોસ્ટ કરી છે. આ પોસ્ટ થયેલ વીડિયોમાં તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવી ગિફ્ટનું અનબોક્સિંગ કરી રહ્યા છે. આ ગિફ્ટમાં જે વસ્તુઓ મળી તે ખૂબ જ અમૂલ્ય છે. આ ગિફ્ટ જોઇને તમે પણ આશ્ર્ચર્ય પામી જશો.

અંબાણી પરિવાર દ્વારા મળેલ ગીફ્ટમાં ” સ્વદેશની પ્રોડક્ટ્સ હતી ” સ્વદેશ ઓનલાઇન નિતા અંબાણી દ્વારા શરૂ કરવામાં આવેલ એવી શોપ છે, જેમાં સ્થાનિક કલાકારો અને હસ્તકળાના કારીગરો દ્વાર બનાવેલ વસ્તુઓ વેચવામાં આવે છે. કિર્તીદાન ગઢવી પણ ચાંદીની એક ખાસ ભેટ આપવામાં આવી છે, જે આપણા ભારતના જ કારીગરોએ બનાવેલ છે. તેમજ આ બેગમાં અન્ય એક પણ બોક્સ હતું જેનું અનબોક્સિંગ કિર્તીદાન ગઢવી એ નથી કર્યું પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આ બોક્સમાં પણ સ્વદેશની પ્રોડકસ હોય શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!